Saturday, 13 April, 2024

સુભાષ ચંદ્ર બોજ 

77 Views
Share :
સુભાષ ચંદ્ર બોજ 

સુભાષ ચંદ્ર બોજ 

77 Views

નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે સુભાષચન્દ્ર બોઝ તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીનેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવાજાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે. નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના એક પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી.

સુભાષચન્દ્ર બોઝ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજ ની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ “જય હિન્દ”નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.અમેરિકી પત્રકાર લુઈ ફિસર સાથે ગાંધીજીએ ૧૯૪૪ માં આજાદી ની વાત કરતાં કરતાં નેતાજી ને દેશ ભક્તોના પણ દેશભકત કહી સંબોધિયા હતા. એવું કહેવામાં આવે છે કે જો તે સમયે(ભારત આજાદ થયો ત્યારે) નેતાજી ભારતમાં હોત કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાત સ્વીકારી હતી.જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.

નેતાજી સુભાષચંદ્ર બોઝ બાળપણ માં કટક માં રૅવેન્શૉ હાઈસ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતાં. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ (નેતાજી) સુભાષચંદ્ર બોઝમાં અંદરની દેશભક્તિ જાગૃત કરી. 25 વર્ષની ઉંમરે સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધ માં ઘર છોડી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ ને વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતાં. મહાવિદ્યાલય માં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ આવાજ ઉપાડવાની તેમનામા પ્રબળ હિમ્મત હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન નું ભારતીય વિદ્યાર્થીઓ સાથે યોગ્ય વ્યવહાર ન કરતાં આ જોઈ ને સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી.૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ સુભાષચંદ્રબોઝ ભારતીય સિવિલ સેવાની પરીક્ષામાં ઉતીર્ણ થયા. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને પોતાના પદ પરથી રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.

પોતાના જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા.

 • સુભાષચંદ્ર બોજે સૌથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.
 • ૧૯૨૫ ની ૫ નવેમ્બર, ના દિવસે, દેશબંધૂ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવસાન પામ્યાં. તે અંગેના સમાચાર સુભાષબાબુ મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.
 • ૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતાં. ત્યારે તેમને કોલકાતા ના મેયર તરીકે ચુંટી લેવામાં આવ્યાં આ માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.
 • ૧૯૩૨માં સુભાષબાબુ ને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રખાયા ગયા.ત્યાં તેઓની તબિયત ફરી નાદુરસ્ત થઈ ત્યારે વૈધ ની સલાહ મુજબ સારવાર માટે યુરોપ લઈ જવમાં આવ્યા.
 • ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા. તે ઇટલીના નેતા મુસોલિની ને મળ્યાં, તેને ભારત ને સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુ વચન આપ્યું. અને તે કાળ દરમિયાન આયરલૈંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા
 • ૧૯૩૪માં સુભાષબાબુએ તેમના પિતા મૃત્યુ પથરી પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યાં. કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધા હતાં॰
 • ૧૯૩૮માં કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરા માં કરવાનું નક્કી થયું હતું. ગાંધીજી એ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુ ની પસંદગી કરી. આ કૉંગ્રેસ નું ૫૧મું અધિવેશન હતું
 • ૧૯૩૯ માં સુભાષબાબૂ એ પોતે કાંગ્રેસ અધ્યક્ષ બનવાનુ વિચાર્યુ . પણ ગાઁધીજી હવે તેમને અધ્યક્ષપદ થી હટાવા માંગતા હતા. ગાઁધીજી એ અધ્યક્ષપદ માટે પટ્ટાભી સિતારમૈયા ને પસંદ કર્યા. આ સમયે કવિ રવિંદ્રનાથ ઠાકૂરજી એ ગાઁધીજી ને પત્ર લખી સુભાષબાબૂ ને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી.પ્રફુલ્લચંદ્ર રાય અને મેઘનાદ સહા જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબૂ ને ફિર થી અધ્યક્ષ ના રૂપ માં જોવા ઈચ્છતા હતા. પણ ગાઁધીજી એ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈ પણ પ્રકારનુ સમાધાન ન થતા, ઘણા વરસો પછી , કાંગ્રેસ અધ્યક્ષપદ ના માટે ચુટણી થઈ. લોક લાડીલા નેતાજી ની આ ચુટણીમાં મહાત્મા ગાઁધી એ પટ્ટાભી સિતારમૈય્યા ને સાથ આપ્યો હતો પરંતુ સુભાષબાબૂ ને ચુટણીમાં 1580 મત મળ્યા અને પટ્ટાભી સિતારમૈય્યા ને 1377 મત મળ્યા. સુભાષ ચંદ્રા બાબુ 203 મતોં થી આ ચુટણી જીતી ગયા.
 • ૧૯૩૯ ની ૨૯ એપ્રિલે સુભાષબાબૂ એ કોંગ્રેસ અધ્યક્ષપદ પરથી રાજીનામું આપ્યું. ગાંધીજી અને તેના સાથીદારો સુભાષ બાબુ થી બિલકુલ સહમત હતા નહીં॰ગાંધીજીએ પોતાની હાર માની લીધી. અને તેણે સમિતિમા ૧૪ માઠી ૧૨ ને રાજીનામાં અપાવ્યા. પંડિત નહેરુ તટસ્થ રહ્યા અને શરદબાબુ એકજ તેમની સાથે રહ્યા. ગાંધીજીએ બિલકુલ સાથ આપ્યો નહીં.
 • ૧૯૩૯ ની ૩ મે ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસ પછી, સુભાષબાબૂને કાંગ્રેસમાથી કાઢી નાખ્યા.

આમ સુભાશબાબુ દ્વિતીય વિશ્વયુદ્ધ માં જેલમા નિષ્ક્રિય થવા નતા માંગતા. સરકારએ અમને છોડી દેવા પર મજબૂર કરવા માટે સુભાષબાબૂ ને જેલ મા અમરણ ઉપાષણ શુરૂ કરી દિધા. તેથી સરકારે જેલ માથી છૉડી દીધા.પણ અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી , કે સુભાષબાબૂ યુદ્ધના દરમ્યાન છૂટા થાય. એટ્લા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકૈદ કરી ને રાખ્યા.સુભાષબાબુએ નજર કેદ માથી છૂટવા એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેમણે ૫ઠાણનો વેશ ઘારણ કરીને મહમદઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા. શરદબાબુના મોટા પુત્ર શિશિરએ તેમને પોતાની ગાડીમાં ગોમોહ સુધી પહોચાડ્યા. ગોમોહ રેલ્વે સ્ટેશનથી ફન્ટીયર મેલ વાંચીને તેઓ પેશાવર પહોચ્યા. પેશાવરમાં તેઓને ફોરવર્ડ બ્લોકના એક સહકારી મિયા અકબર શહા મળ્યા. તેમણે સુભાષબાબુ ને કીર્તિ કિશાન પાર્ટીના ભગતરામ તલવાર સાથે કરાવી. ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની તરફ પગપાળા ચાલીને આવ્યા. આ સફરમાં ભગતરામ તલવાર રહમતખાન નામના પઠાણ અને સુભાષબાબુ એના બહેરા-મૂંગા કાકા બન્યા હતા. ત્યારબાદ કાબુલ માં ૨ મહિના રહ્યા. ત્યારબાદ ઇટાલિયન વકીલાતમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા. આખરે ઓર્લાદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.

 • ૧૯૪૨ ની ૨૯ ના માર્ચ દિવસે , સુભાષબાબૂ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા
 • ૧૯૪૩ ની ૮ માર્ચ ના દિવસ , જર્મનીના કીલ બંદરમાં ,તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે પૂર્વા એસિયા બાજુ જવા નીકળીપડિયા.
 • ૧૯૪૩ ની૨૧ઓકટોબરના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદની સ્થાપના કરી ખુદ નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા
 • ૧૯૪૪ ની ૬ જુલાઇ ના આજાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીસાથે વાત કરતા નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાના જંગ માટે એમના આશિર્વાદ માંગ્ય. આ રીતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને સંબોધિયા અંતમાં ૧૯૪૫ ની ૧૮ મી ઓગસ્ટના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇને ક્યારેય નજર ન આવ્યા.

  જય હિન્દ…… જય ભારત….. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *