Tuesday, 12 November, 2024

સુંદરશ્યામ, તજી હો અમને

295 Views
Share :
સુંદરશ્યામ, તજી હો અમને

સુંદરશ્યામ, તજી હો અમને

295 Views

બલિહારી રસિયા ગિરિધારી,
સુંદરશ્યામ, તજી હો અમને, મથુરાના વાસી ન બનીએજી.

વાંસલડી વાગી એવા ભણકારા વાગે છે,
વ્રજ-વાટ લાગે હવે ખારી … સુંદરશ્યામ.

જમુનાનો કાંઠો વા’લા, ખાવાને દોડે છે,
અકળાવી દે છે હવે ભારી … સુંદરશ્યામ.

વૃંદાવન કેરી શોભા તમ વિણ અમને તો,
નજરે દીઠી નવ લાગે સારી … સુંદરશ્યામ.

ગોવર્ધન તોળ્યો વા’લા, ટચલી આંગળીએ રે,
અમ પર ઢોળ્યો ગિરધારી … સુંદરશ્યામ.

બાઈ મીરાં કહે છે પ્રભુ, ગિરિધર નાગર,
સહાય કરી લેજો શુદ્ધ મારી … સુંદરશ્યામ.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *