Suni Deli Ne Suna Dayra Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Suni Deli Ne Suna Dayra Lyrics in Gujarati
By Gujju28-04-2023
એ જોન વાટકા જેવડી વાવડી રે
અન રાવણ સરખો રાહ
એ પણ ભાંગ્યા જો ગાયકવાડી ગામડા
અરે જોન રાહ ન દીયે રામડા
એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા
એ સૂના લાગે
સૂના લાગે રામવાળાના રાજ રે
કાળુભાના કુંવર
હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી પેલી રે ભાંગી પોતાની વાવડી
એવી પેલી રે ભાંગી પોતાની વાવડી
એવી પેલી રે ભાંગી પોતાની વાવડી
એ પછી ભાંગ્યા
પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે
કાળુભાના કુંવર
હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવો પાટું રે મેલી ન પટારો રે ખોલીયો
એવો પાટું રે મારી પટારો તોડીયો
એવો પાટું રે મારી પટારો તોડીયો
એ લાગી છે કાંઇ
લાગી છે કાંઈ જમણા પગે ચુંક રે
કાળુભાના કુંવર
હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી
એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી
એવો પગ રે પાક્યો ને પીડા ઉપડી
એ આવે છે કાંઇ
આવે છે કાંઇ આખા શરીરે વેદના
કાળુભાના કુંવર
હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો રે નેકળ્યો
એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો નેકળ્યો
એવો મેરુ રે ભાઈબંધ ફૂટેલો રે નેકળ્યો
એ જોને કીધી છે કાંઈ
કીધી છે કાંઈ અમરેલીમાં જાણ રે
કાળુભાના કુંવર
હારે કાળુભાના કુંવર આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવા આવા રે બા’રવટાં ન”તાં રે ખેલવા
એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા
એવી સૂની રે ડેલી સૂના ડાયરા
એ જોન સૂના લાગે