Tuesday, 19 November, 2024

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૫૧મું અંગદાન, 2 હાથ અને એક લિવર દાનમાં મળ્યા

269 Views
Share :
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૫૧મું અંગદાન, 2 હાથ અને એક લિવર દાનમાં મળ્યા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૫૧મું અંગદાન, 2 હાથ અને એક લિવર દાનમાં મળ્યા

269 Views

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૧મું અંગદાન થયુ છે. વલસાડ ખાતે કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મુળ બિહારના વતની બ્રેઈનડેડ ૩૩ વર્ષીય યુવાન લાલુ પ્રસાદ યાદવના બે હાથ અને એક લિવરથકી જરૂરિયાતમંદ દર્દીઓને અંગો પ્રાપ્ત થશે.

વલસાડ જિલ્લાના ગુંદલાવ ખાતે રહેતા લાલુપ્રસાદ ૨૬ ડિસેમ્બરે માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા. જયાં અચાનક ચક્કર આવવાથી પડી ગયા. અજાણ્યા વ્યક્તિએ લાલુપ્રસાદના મોબાઇલથી પરિવારનો સંપર્ક કરી જાણ કરી હતી.

આ પછી બેભાન હાલતમાં ૧૦૮ દ્વારા વલસાડ નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વધારે ગંભીર હાલત થઇ જવાથી આ હોસ્પિટલના તબીબોએ કહેવાથી નવી સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયા.

આ પછી તબિયત લથડતા તેમને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ આજે ડોક્ટરોએ બ્રેઈન હેમરેજ થયાનું જણાવ્યુ.

પરિવારમાં પત્ની પિન્કીદેવી, દિકરી સંજનાકુમારી તથા ચાહતકુમાર તથા હિમાંશુકુમાર યાદવ છે. પરિવારજનોએ કાઉન્સલિંગ બાદ અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું.

બ્રેઈનડેડ લાલુપ્રસાદ યાદવના બન્ને હાથ દિલ્હીની અમૃત હોસ્પિટલ ખાતે તથા લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વર્ષના પહેલા દિવસે બન્ને હાથો અન્ય યુવાનને ટ્રાન્સફર થશે. હાથના અનોખા દાનથી ૨૦૨૪ના નવા વર્ષમાં દિલ્હી ખાતે ફરીદાબાદના ૧૮ વર્ષના યુવાનને નવી જીંદગી પ્રાપ્ત થશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *