Tali Pado To Mara Ramni (Shyam Ni) Lyrics – Kinjal Dave
By-Gujju28-04-2023
Tali Pado To Mara Ramni (Shyam Ni) Lyrics – Kinjal Dave
By Gujju28-04-2023
હે તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો
તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો
હે તમે વાતો કરોતો મારા શ્યામનીરે બીજી વાતોના હોય જો
વાતો કરોતો મારા શ્યામનીરે બીજી વાતોના હોય જો
હો સમરણ કરીલો મારા શ્યામનું રે બીજું સમરણ નહોય જો
સમરણ કરીલો મારા શ્યામનું રે બીજું સમરણ નહોય જો
હે તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો…
હો ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો
ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો
હે ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળિયા રે એને ભાઈબંધ કહેવાય જો
ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળિયા રે એને ભાઈબંધ કહેવાય જો
હે જવાની જવાની માં ફેર છે રે જવાની કોને કહેવાય જો
જવાની જવાની માં ફેર છે રે જવાની કોને કહેવાય જો
હે જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા રે એને જવાની કહેવાય જો
જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા રે એને જવાની કહેવાય જો
હે તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો
હે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
હે મીરા નો શ્યામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
મીરા નો શ્યામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
એને મને માયા લગાડી મારા વાલા
એને મને માયા લગાડી મારા વાલા
એને મને માયા લગાડી રે
રાધાનો કાન મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
રાધાનો કાન મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
હે દવારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે…
હે જશોદા નો બાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
જશોદા નો બાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
હે નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
એને મને માયા લગાડી મારા વાલા
એને મને માયા લગાડી મારા વાલા
એને મને માયા લગાડી રે
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
હે ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે
શ્યામે મને માયા લગાડી રે
શ્યામે મને માયા લગાડી રે
મોહને માયા લગાડી રે….