Saturday, 27 July, 2024

Tame Koni Ankhe Bhalo Chho Lyrics in Gujarati

94 Views
Share :
Tame Koni Ankhe Bhalo Chho Lyrics in Gujarati

Tame Koni Ankhe Bhalo Chho Lyrics in Gujarati

94 Views

હો વાત થોડી કડવી છે પણ સો ટાકા હાચી છે
હો વાત થોડી કડવી છે પણ સો ટાકા હાચી છે
મારાથી દૂર જવા મારી જાન તું તો રાજી છે
હો મારી જોડે ખોટું કેમ બોલો છો તમે
વાતે વાતે વારા જાનુ વારો છો તમે
તમે કોની આંખે ભાળો છો એ ખબર છે અમને
એ કોના કહેવાથી દિલ બાળો છો એ ખબર છે અમને

હો વાત થોડી કડવી છે પણ સો ટાકા હાચી છે
મારાથી દૂર જવા મારી જાન તું તો રાજી છે  

તું કદી ના કર ખોટું મારૂં હતો એવા વેમમાં
પણ મારા જેવા તો ઘણા લૂંટાણા છે પ્રેમમાં
હો મને છેતરો આ વાતનું દુઃખ નથી દિલમાં
હું જ ગાંડો હતો કે આવી ગયો તારી વાતમાં
હો તારો માસુમ ચહેરો રડાવશે મને
દિલ તોડતા દયા ના આવશે તને
તમે કોની આંખે ભાળો છો એ ખબર છે અમને
એ કોના કહેવાથી દિલ તોડો છો એ ખબર છે અમને

હો વાત થોડી કડવી છે પણ સો ટાકા હાચી છે
મારાથી દૂર જવા મારી જાન તું તો રાજી છે  

જે થવું હોઈ તે થાશે મારૂં જીવી લેશું એકલા
હવે તારી હામે અમે જોવા નથી માંગતા
હો કાન ખોલી હામ્ભાળ જાનુ હવે ના બોલાવતા
આજ પછી તમે મારૂં કાય નથી લગતા
હો તમારા મારગનો કાંટો છીએ રે અમે
હવે ના નડીશું જાનુ ક્યારે તને
તમે કોની આંખે ભાળો છો એ ખબર છે અમને
એ કોના કહેવાથી દિલ બાળો છો એ ખબર છે અમને

હો વાત થોડી કડવી છે પણ સો ટાકા હાચી છે
મારાથી દૂર જવા મારી જાન તું તો રાજી છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *