Monday, 23 December, 2024

Tame Mann Muki Ne Lyrics in Gujarati

196 Views
Share :
Tame Mann Muki Ne Lyrics in Gujarati

Tame Mann Muki Ne Lyrics in Gujarati

196 Views

તમે મન મૂકીને વરસ્યા અમે જનમ જનમના તરસ્યા
તમે મુશળધારે વરસ્યા અમે જનમ જનમના તરસ્યા

હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી
હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો અમે રહીયા અજ્ઞાની
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો અમે રહીયા અજ્ઞાની
તમે સૂરજ થઈને ચમક્યા અમે અંધારામા ભટક્યા
તમે સૂરજ થઈને ચમક્યા અમે અંધારામા ભટક્યા
તમે મુશળધારે વરસ્યા અમે જનમ જનમના તરસ્યા

સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
સ્નેહની ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મા ઉજ્જવળ કરવા
પ્રેમની જ્યોતિ તમે જલાવી આત્મા ઉજ્જવળ કરવા
તમે અમૃત રૂપે વરસ્યા અમે ઝેરના ઘુંટડા પિરચયા
તમે અમૃત રૂપે વરસ્યા અમે ઝેરના ઘુંટડા પિરચયા
તમે મન મૂકીને વરસ્યા અમે જનમ જનમના તરસ્યા

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને અમે કદી ન પિછાણી
gujjuplanet.com
એ વાણીની પાવનતાને અમે કદી ન પિછાણી
તમે મહેરામણ થઈ ઊમટ્યા અમે કાંઠે આવી અટક્યા
તમે સાગર થઇ ને ઉછળ્યા અમે કાંઠે આવી અટક્યા
તમે મુશળધારે વરસ્યા અમે જનમ જનમના તરસ્યા

તમે મન મૂકીને વરસ્યા અમે જનમ જનમના તરસ્યા
અમે અમે જનમ જનમના તરસ્યા
અમે અમે જનમ જનમના તરસ્યા
અમે અમે જનમ જનમના તરસ્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *