Tame Thaya Parka Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Tame Thaya Parka Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો જીવવાનો વાયદો કરી તમે મારી હારે
સાથ મારો છોડી ગયા કેમ મજધારે
કર્યો હતો પ્રેમ તને જીવથી વધારે
તોય દગો કરી ગયા કેમ મારી હારે
હા બીજાની બાહોમાં તને જોતા રઈ ગયા
હા …બીજાની બાહોમાં તને જોતા રઈ ગયા
દિલમાં ઘાવ તમે એવા દઈ ગયા
તમે થાય પારકા અમે રડતા રઈ ગયા
છોડી મારો સાથ બીજાના થઇ ગયા
તારા વિશ્વાસે અમે તો રઈ ગયા
તમે થાય પારકા અમે રડતા રઈ ગયા
હો ઝેહર જુદાઇનું કેમ કરી પીવું
તારાથી જુદા થઇ કેમ કરી જીવું
હા ખરા રે ટાણે તમે દગો દઈ ગયા
ખરા રે ટાણે તમે દગો દઈ ગયા
તમે થાય પારકા અમે રોતા રઈ ગયા
તમે થાય પારકા અમે રડતા રઈ ગયા
દિલની સાથે રમત રમી રે ગયા
કર્યો વિશ્વાસ જેનો દગો દય ગયા
તમે થાય પારકા અમે રડતા રહી ગયા
તમે થાય પારકા અમે રડતા રહી ગયા
હા આવે તારી યાદ અમે એકલા રે રડીયે
દિલના દર્દ હવે કોને જઈને કહીયે
હો રાત-દીન અમે જીવતા લાસ બની ફરીયે
કહીદો આવી હવે જીવીયે કે મરીયે
હો કરી બેવફાઈ તમે મારી હારે
આમ તો કોઈ દુશ્મનને ના મારે
હો દિલની સાથે રમત રમી રે ગયા
કર્યો વિશ્વાસ જેનો દગો દય ગયા
તમે થાય પારકા અમે રડતા રહી ગયા
તમે થાય પારકા અમે રડતા રહી ગયા
તારા આ પ્રેમમાં અમે દર્દો બહુ વેઠયા
તું શું જાણે મારા પર દિવસો કેવા વીત્યા
હો છુટ્યો તારો સાથ અમે અંદરથી તુટ્યા
મને મનાવનાર મારાથી રૂઠ્યાં
હો પ્રેમ આ તારો નથી રે ભુલાતો
બીજા હારે જોઈ તને જીવ મારો જાતો
હો એકલો મેલી મને તમે તો ગયા
તને ચાહનારા બીજા મળી ગયા
તમે થાય પારકા અમે રડતા રહી ગયા
તમે થાય પારકા અમે રડતા રહી ગયા