Tari Murti Re Che Jo Lyrics in Gujarati
By-Gujju30-05-2023
212 Views
Tari Murti Re Che Jo Lyrics in Gujarati
By Gujju30-05-2023
212 Views
તારી મુર્તિ રે, છે જો નેણુંનો શણગાર;
નેણુંનો શણગાર, મારા હૈડા કેરો હાર
તારી મુર્તિ રે, છે…
મોહન તારી મુર્તિ જોઈને, ભૂલી છું તન ભાન;
નીરખતાં નજરામાં થઈ છું, ગજરામાં ગુલતાન
તારી મુર્તિ રે, છે…
માથે ઝીણી પાઘ મનોહર, સુંદર શ્યામ શરીર;
નથી રહેતી તારૂં રૂપ નિહાળી, વ્રજનારીને ધીર
તારી મુર્તિ રે, છે…