Sunday, 22 December, 2024

Taro Number Deti Jaa Lyrics in Gujarati

118 Views
Share :
Taro Number Deti Jaa Lyrics in Gujarati

Taro Number Deti Jaa Lyrics in Gujarati

118 Views

એરિયામાં નવા તમે લાગો
એક વાર મારી હોમું તાકો
મારે કરવી છે દલડાની વાતો
એક વાર મારી હોમું તાકો

દલ મારૂં લઈને તારૂં દલ દેતી જા
દલ મારૂં લઈને તારૂં દલ દેતી જા
દલ મારૂં લઈ તારૂં દલ દેતી જા
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા

શું કહી બોલવું તારૂં નોમ કેતી જા
મળવા તને આવું સરનામું દેતી જા
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા

બનવું તને મારા દિલની રાણી
જોઈ નથી તારા જેવી રૂપની રાણી
બનવું તને મારા દિલની રાણી
જોઈ નથી તારા જેવી રૂપની રાણી

હા છે કે ના રે જવાબ દેતી જા
હા છે કે ના રે જવાબ દેતી જા
મોની જઈ હોઈ તો બકા સ્માઈલ દેતી જા
તારો નંબર દેતી જા મારો નંબર લેતી જા
ગોમ તારૂં ચિયુ સરનામું દેતી જા

નખરા તારા હું ઉપાડું રાખું તને પ્રેમથી
વાત મારી માનો જાન કેમ માનતા નથી
લાગે જોરદાર તારી કાતિલ અદા
જોઈ તને હું તો થઇ ગયો છું ફિદા

કોયલ જેવી તમારી છે વાણી
મારા આ દિલમાં તું રે કોરાણી
કોયલ જેવી તમારી છે વાણી
મારા આ દિલમાં તું રે કોરાણી

પ્રેમ ભરી નજરોથી મને જોતી જા
પ્રેમ ભરી નજરોથી મને જોતી જા
કાતિલ તારી નજરોથી ઘાયલ થઇ ગયા
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા
બકુ તારૂં નામ કેતી જા

પાતળી કમર તારી હરણી જેવી ચાલ છે
આખી આ દુનિયામાં તું લાજવાબ છે
પેલ્લી નજરનો તું પેલ્લો પેલ્લો પ્યાર છે
શું વિચારો જાનુ હા પાડો કેટલી વાર છે

લાગે તું જોરદાર જબરી ફટાકડી
નંબર વન લાગે જોડી રે આપડી
લાગે તું જોરદાર જબરી ફટાકડી
નંબર વન લાગે જોડી રે આપડી

પ્રેમ કરૂં છું ગુજરાતીમાં કેતી જા
પ્રેમ કરૂં છું ગુજરાતીમાં કેતી જા
લવ યુ તારૂં મને ઇંગ્લીશમાં દેતી જાય
મારો નંબર લેતી જા તારો નંબર દેતી જા
ભાઈઓ મારા હોંભળો તમે તમારા ભાભી મોની ગયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *