Tuesday, 26 November, 2024

Taro Re Saybo Batav Lyrics in Gujarati

211 Views
Share :
Taro Re Saybo Batav Lyrics in Gujarati

Taro Re Saybo Batav Lyrics in Gujarati

211 Views

એ હે તારો રે સાયબો બતાવ ઓ તોળા રાણી
તારો રે સાયબો બતાવ
ઈ રે સાયબાની અમને લેરો લાગી
રામ અલખ ધણી
ઈ રે સાયબાની અમને લેરો લાગી હો
રામ અલખ ધણી

હરણાં ચરે વનમાં ઓ જેસલ રાજા
હરણાં ચરે વનમાં
ઈ રે હરણાંમાં મારો સાયબો
રામ અલખ ધણી
એ રે હરણાંમાં મારો સાયબો
રામ અલખ ધણી

એ હરણાં જોયા રે વનમાં ઓ તોળા રાણી
હરણાં જોયા રે વનમાં
એ રે હરણાંમાં નથી સાયબો
રામ અલખ ધણી
એ રે હરણાંમાં નથી સાયબો હે
રામ અલખ ધણી

એ મોરલા ચરે રે વનમાં ઓ જાડેજા રાજા
મોરલા ચરે વનમાં
ઈ રે મોરલામાં મારો સાયબો રે
રામ અલખ ધણી
એ રે મોરલામાં મારો સાયબો રે
રામ અલખ ધણી

એ મોરલા જોયા રે વનમાં ઓ સતી રાણી
મોરલા જોયા રે વનમાં
એ રે મોરલામાં નથી સાયબો
રામ અલખ ધણી
એ રે મોરલામાં નથી સાયબો રે
રામ અલખ ધણી

પુરાવો પચ્છમિયો પાટ ઓ જાડેજા રાજા
પુરાવો પચ્છમિયો પાટ
એ ર પાટોમાં સાયબો આવશે હો
રામ અલખ ધણી
એ ર પાટોમાં સાયબો આવશે હો
રામ અલખ ધણી

એ પુરાવ્યો પચ્છમિયો પાટ ઓ સતી રાણી
પુરાવ્યો પચ્છમિયો પાટ
સાહેબ આવ્યા ને જેસલ ઊંધીયા
રામ અલખ ધણી
સાહેબ આવ્યા ને જેસલ ઉંધીયા હો
રામ અલખ ધણી

લૂગડાં ધોવાને જાય હો જેશલ રાજા
લૂગડાં ધોવાને જાય
સામા મળેલા ભાઈબંધ ભેરિયા હો
રામ અલખ ધણી
સામા મળેલા ભાઈબંધ ભેરિયા હો
રામ અલખ ધણી

એ હે કંઈ થી લાવ્યો એક નાર ઓ જેસલ રાજા
કંઈ થી લાવ્યો એક નાર
નાત જાતની અમને ખબરો નથી રે
રામ અલખ ધણી
નાતની રે જાતની અમને ખબરો નથી હો
રામ અલખ ધણી

મુકો દરિયામાં દોટ ઓ જેસલ રાજા
મુકો દરિયામાં દોટ
બૂડતાની બાય ધણી ઝાલશે હો
રામ અલખ ધણી
બૂડતાની બાય ધણી ઝાલશે હો
રામ અલખ ધણી

એ મૂકી દરિયામાં દોટ ઓ સતી રાણી
મૂકી દરિયામાં દોટ
સાહેબ આવ્યા ને જેસલ બુડિયા
રામ અલખધણી
સાહેબ આવ્યા ને જેસલ બુડિયા
રામ અલખધણી

બોલ્યા તે તોળાંદે નાર ઓ જેસલ રાજા
બોલ્યા તે તોળાંદે નાર
જેસલ ને તારી તોરલ તરી ગયા રે
રામ અલખધણી
જેસલ ને તારી તોરલ તરી ગયા રે
રામ અલખધણી

એ હે સાહેબ તારો બતાવ ઓ તોળા રાણી
સાહેબ તારો રે બતાવ
ઈ રે સાહેબ અમને લેરો લાગી હો
રામ અલખ ધણી
ઈ રે સાહેબ અમને લેરો લાગી હો
રામ અલખ ધણી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *