Sunday, 22 December, 2024

Taro Thay Divo Mara Garma Re Lyrics in Gujarati

139 Views
Share :
Taro Thay Divo Mara Garma Re Lyrics in Gujarati

Taro Thay Divo Mara Garma Re Lyrics in Gujarati

139 Views

ધન્ય ભાયગ બેઠી તું મારા ગામમાં રે
મારુ ધન્ય ભાયગ બેઠી તું મારા ગામમાં રે
એહે માડી વડલે તારું ધામ સૌના મુખે તારું નામ
માડી વડલે તારું ધામ સૌના મુખે તારું નામ
સઘળા સુખ માં તારી નજરમાં રે
તારો થાય દીવો મારા ઘરમાં રે
હો વિહત ધન્ય ભાયગ મારા ગોમનાં રે

કુંવાસીના ઓતેડે માં તું હેડનારી
રાખે વિશ્વાસ એના કોમ રે કરનારી
હો પારણું બંધાવી માં તું ખમ્મા કરનારી
પુત્ર પરીવારની તું લાજ રાખનારી

એહે તારી જબરી છે નજર
તને સઘળી છે ખબર
તારી જબરી છે નજર
તને સઘળી છે ખબર
સૌની લાજ વિહત તારા હાથમાં રે
તારો થાય દીવો મારા ઘરમાં રે
વિહત ધન્ય ભાયગ મારા ગોમનાં રે

તારી દયાથી સુખ છલકે આખા ગામમાં
સૌને ભરોસો માડી વિહત તારા નામમાં
તારા દીકરા આજ ફરે છે ફોરેનમાં
સદા રટણ હોય માડી તારું મનમાં

એહે મને માડી તારી ટેક
તારા મારા હાચા લેખ
મને માડી તારી ટેક
તારા મારા હાચા લેખ
મનુ રબાઈ કે માં રેજે સાથમા રે
તારો થાય દીવો મારા ઘરમાં રે
વિહત ધન્ય ભાયગ મારા ગોમનાં રે
એવા ધન્ય ભાયગ મારા ગામનાં રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *