Sunday, 22 December, 2024

Ubho Tha Ubho Tha Lyrics in Gujarati

185 Views
Share :
Ubho Tha Ubho Tha Lyrics in Gujarati

Ubho Tha Ubho Tha Lyrics in Gujarati

185 Views

મારો બાપો બહુ ખરાબ સે
ઊંઘવા જ નથ દેતો
હું ગમ્મે એટલું કરૂં ન તોય એને હારૂં જ નો લાગે
હવાર માં પાટા મારે, ઉઠાડે
ઉઠ, ઉઠ
ઉભો થા ઝોય કૌંસ
હાલો મારા બેડરૂમ માં જોવુસ તમારે હું થાઈશ

હા

અલા કેટલું કીધું પણ બેઠો નથી થાતો
તું બેઠો થા બેઠો થા
ઊંઘવા દ્યો ને

અલા કેટલું કીધું પણ બેઠો નથી થાતો
તું ઉભો થા ઉભો થા
ક્યાર નો તને બેઠો કરૂ તોય તું નથી થાતો
ઉભો થા ઉભો થા
અલ્યા કેટલું કીધું પણ બેઠો નથી થાતો
તું ઉભો થા ઉભો થા
ક્યાર નો તને બેઠો કરૂ તોય તું નથી થાતો
ઉભો થા
પ્લીઝ ઉભો થા ને

રાતે મોડો હુવે સે ને હવાર મોડો ઉઠે
કામ-કાજ કરવું નઈ ને બાપા ને તું લૂંટે
નક્કામો કામ વગર નો બાર રખડે
જાત જાત ના ભાઈબંધ ની હારે રખડે
ઘડીક માં કે હું શેર બજાર નું કરું છુ
ઘડીક માં કે હું બાપુનગર જાઉં છુ
હરખી રીતે સોટાડી ને નોકરી નથી કરતો
વળી પાછો કે હું લિરિલ થી નાઉ છુ
ઝયારે ઝોવે ત્યારે પાન ના ગલ્લે ને ગલ્લે
ભલે તારા બાપા ચડી જાય હાવ ટલ્લે
તારે લીધે મારા માથે ધોળા આવી ગ્યાં
તારે લીધે લેણ-દારો ઘેર આવી ગ્યાં
રોજ રોજ હાલવા ને ચાલવા માંય નખરા
કપડાં પેરે ત્યારે કરે કાચ હામે નખરા
નવા નવા કપડાં પેરી રોજ કરે લફરાં
તને જન્મ આપી મારા દાડા આયા કપરા
આટ આટલું કઉસું તોય ઉભો નથી થતો તું ઉભો થા ઉભો થા

ક્યાર નો તને ઉભો કરું તોય તું નથી થાતો
ઉભો થા ઉભો થા
અલા કેટલું કીધું પણ બેઠો નથી થાતો
તું ઉભો થા ઉભો થા
ક્યાર નો તને બેઠો કરૂ તોય તું નથી થાતો
ઉભો થા ઉભો થા

હમણાં પાસો કે મારે લગન કરવા છે
સોકરીના બાપ ને રાજી કરવા છે
ખબરદાર જો પૈણવા નું નામ લીધું છે
કમાતો નથી ને પાસા લગન કરવા છે
નવરાત્રીમાં રોજ રાતે ચાર વાગે આવે
સોડીયોને બાઇક ઉપર ઘેર મૂકી આવે
રોજ રોજ નવી બેનપણીઓ ફસાવે
રંગ-બેરંગી ધોતિયા ના ખર્ચા કરાવે
પાછો કે બાપા થોડા પેટ્રોલ ના તો આપો
ગાડી ના ના હોય તો સ્કૂટર ના તો આપો
મેં કીધું તારા બાપ ને પેટ્રોલ પંપ છે
તો મને કે પેલી ના બાપ ને પેટ્રોલ પંપ છે
દાંડિયા નો શોખ હોય તો પોલીસ વાળો થા
પછી એક દાંડિયો લઇ ને નવરાત્રી માં જા
હાથ જોડ્યા ભાઈ કઈ કામ-કાજ કર
પૈસા પેદા કર પછી રોજ જલસા કર
આટ આટલું ભસું સુ તોય ઉભો નથી થતો તું
ઉભો થા ઉભો થા
ક્યાર નો તને કૌંસ તોય ઉભો નથી થાતો
તું ઉભો થા

ચાલ એય ઉભો થા
આટ આટલું કૌંસ તોય ઉભો નથી થાતો
તું ઉભો થા ઉભો થા
આટ આટલું ભસું સુ તોય ઉભો નથી થાતો
તું ઉભો થા ઉભો થા
એ સોડી આ બઉ બગડી ગ્યોસ હો

આ જો આ નવી જ બાઇક લીધીસ હમણાં

કૉલેજ માં આયો એટલે બાઇક અપાવી
તો ભણવાને બદલે તો છોકરી પટાવી
રિજલ્ટ માં પાંચ માં થી તૈણ માં નાપાસ
ખીસા એના ખોલો તો પોગ્રામ ના પાસ
ગણિત માં પચ્ચીસ ને એકાઉન્ટ માં તેર
ઇંગ્લિશ માં તૈણ ને બાકી લીલા લેહર
ભણવા માં મીંડું ને ગર્લ ફ્રેન્ડ બે
કૉલેજ માં ગુલ્લી અને પાર્કિંગ માં રે
તારે લીધે ટેલિફોન નું બિલ વધી ગ્યું
મોબાઈલ ને લીધું મારૂ પ્રેસર વધી ગ્યું
હાય નીતા કેમ સો ને હાય રીટા કેમ સો
કોક દી તો મને પૂછ હાય બાપા કેમ સો
કમાવા માં તું રઈશ જો હાવ આવો
તો એક દી તારો બાપ બની જાશે બાવો
રાતે ભાઈ પાર્ટી કરે બધા કરે ડાન્સ
નો દેખાડે છોકરી ને નો આપે ચાન્સ
આના કરતા મરી જા તું મેર મૂઆ ફાટી મૂઆ
ઉભો થા ઉભો થા
આટ આટલું ભસું સુ તોય ઉભો નથી થતો તું
ઉભો થા ઉભો થા

કેટકેટલું કીધું પણ બેઠો નથી થતો
તું બેઠો થા ઉભો થા
ક્યાર નો તને બેઠો કરૂ તોય તું નથી થાતો
બેઠો થા ઉભો થા
આટ આટલું કીધું પણ બેઠો નથી થાતો
તું બેઠો થા ઉભો થા
એય ક્યાર નો તને કઉસું તોય ઉભો નથી થાતો
તું ઉભો થા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *