Sunday, 22 December, 2024

Utaro Aarti Shree Krishna Ghare Aavya Lyrics in Gujarati

627 Views
Share :
Utaro Aarti Shree Krishna Ghare Aavya Lyrics in Gujarati

Utaro Aarti Shree Krishna Ghare Aavya Lyrics in Gujarati

627 Views

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા
હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યા
જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા
માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા…

ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધો
જલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…

કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લિધા
વામનજીનુ રુપ ધરિને બલીરાજા બોલાવ્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…

નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હર્ણાકશ માર્યો
પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…

દાદુર રુપે દૈત્યો સંહાર્યો ભક્ત જનોના ફેરો ટાળ્યો
કુબજા દાસિ ચરણે રાખી નામે વૈકુઠ પામયા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…

પરશુરામે ફરશી લિધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો
કામ ધેનુની વારુ કિધી જયદેવ ને ઉગાર્યો રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…  

કશ્યપ રુપે કર્ણી કીધી સઘળી પૃથ્વી જીતી લિધી
નાગને તો દમન કરિને ચૌદે રતનો લાવયારે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…

સાતને તો સાન કિધી સમુદ્ર ઉપર પાળ બાંધી
ગઢલંકાનો કોથો તોડયો મહાદેવ હરદેવ વારયા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…

સાવસોનાની લંકા બાળી દશ્માથા નો રાવણ માર્યો
વિભીશણ ને રાજ સોપુ સીતા વાડી લાવ્યારે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…  

નવમે બુધ નુ ધ્યાન ધરી ને અજમપા ના જાપ જપિ ને
રનુકાર મા રસિયા થઈ ને સોયે ભગત ને તાર્યા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…  

દસને  તો દયા બહુ કિધી નકલંકિ નુ રુપ ધરિ ને
જગત જીતી આવ્યા રે એમ નરસિંહ મેહતે ગાયા રે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *