ઉતરાયણ
By-Gujju19-09-2023
ઉતરાયણ
By Gujju19-09-2023
ઉત્સવપ્રિય દેશ એવા ભારતદેશ માં ઉતરાયણ જે મકરસંક્રાંત અને પૌરાણિક નામ ખીહર જેવા નામ થી ઓળખાય છે. આ તહેવાર ભારત તેમજ આખા એશિયા ખાંડ માં મનાવાતો તહેવાર છે. આ તહેવાર નો મુખ્ય હેતુ કે ભારત તથા એશિયાય દેશો કૃષિ સાથે સંકળાયેલા હોવાથી આનું ખાસ મહત્વ પાક ની લણણી સાથે જોડાયેલુ છે.
આપણી ઋતું સાથે આ તહેવાર ની વાત જોડાયેલી છે. આ દિવશે સૂર્ય મકર રાશિ
માં પ્રવેશ કરે છે. આમ સૂર્ય મકર રાશિ માં પ્રવેશી થોડો ઉતર બાજુ ખસે છે. આથી તેને ઉતરાયણ પણ કહેવામા આવે છે. આ તહેવાર ભારત ના તમામ વિસ્તાર માં ઉજવાય છે. માટે આ તહેવાર ને ભારત સરકારે રસ્ટ્રીય તહેવાર જાહેર કરેલ છે.
તેમાય ગુજરાત રાજ્ય તેમનો સસ્કૃતિક વારસો જાળવી રાખવામા આગવું સ્થાન ધરાવે છે. તેમજ વિવિધ તહેવારો ને પૂરા ઉત્સાહ થી માણી લેવામાં ગુજરાત મોખરે હોય છે.
ઉતરાયનની વાત કરીયે તો આ એક્જ એવો તહેવાર છે કે ભારત ના અંગ્રેજી વર્ષ મુજબ આવે છે. ભારત માં આ તહેવાર 14 મી જાન્યુઆરી ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવશે ખાસ તો દાન નું મહત્વ અનેરું બતાવ્યુ છે. લગભગ ભારત ના મોટા ભાગના વિસ્તારમાં ઠંડી નું પ્રમાણ આવી રહ્યું હોય છે. લોકો સવારમાં વહેલા ઊઠે છે. નાહી ધોઈ તૈયાર થઈ ને આ દિવશે દાન પુણ્ય કરવાનું અનેરું મહત્વ છે. આ દિવશે ગ્રામ્ય સંસ્કૃતિ માં નજર કરીયે તો ખાસ કરીને ઢોર ને નીરણ નાખવાની માન્યતા ખુબ જ પ્રચલિત છે. જેમાં લીલું ઘાસ તેમજ ઘરે પકાવેલ બાજરની તેમજ ઘઉ ની ઘૂઘરી વહેલી સવારે બનાવી બહેનો ગયો ને ખવડાવી દાન પુણ્ય પ્રાપ્ત કરે છે. તેમજ નાના નાના બાળકોને મીઠાઈ વહેચવી, ગરીબ બાળકોને વસ્ત્રો નું દાન કરવું આમ આ દિવશે લોકો દાન પુણ્ય કરે છે.
આમ આ દિવશે અમારે ત્યાં બહેનો દીકરી ને ખીચડો લઈને જવાનો પ્રચલિત રિવાજ છે. આમ આ રિવાજ માં ભાઈ કે ઘરના કોઈ સભ્ય બહેનની ઘરે આ દિવશે દાન કરવા જાય છે. જેમાં ખીચડો એટલે અમારે અહિયાં સૌરાસ્ટ્ર માં સાત ધાન માથી બનાવેલ અનાજને ખીચડો કહેવામા આવે છે. આ ખીચડો સાથે લેતા જાયછે તેમજ કપડાં અને રોકડ રકમ આપે છે.
હવે વાત કરીયે બાળકોની તો આ તહેવાર ખાસ કરીને બાળકોને તો એક અનેરો આનંદ અને ઉત્સાહ લઈ આવે છે. બાળકો આમ તો છેલ્લા પંદરેક દિવશ થા આ તહેવાર ની તૈયારી કરતાં હોય છે. પતંગ, દોરી, ગુંદરપટ્ટી અને વળી સારામાં સારી ફીરકીઓ તૈયાર કરીને ઘણા સામનો અંત આવે છે. આ દિવશે ધાબા પર સ્પીકર રાખી જોર દાર અવાજ સાથે પતંગ ચગાવે છે.
એ ..કાપ્યો છે……
પેચ આપો … એ.. ગયો..
તો નાના છોકરા ગાતા હોય મારો ઊડેરે પતંગ કેવો સર સર સર ……….
આમ આખો દિવશ આનંદ થી પસાર થાય છે.
રામ ઇક દિન ચંગ ઉડાઇ !
ઇન્દ્રલોક મે પહોચી જાય !!
આમ આપણી પૌરાણિક માન્યતા મુજબ એવું કહ્યું છે કે રામે પણ પતંગ ઉડાડી હતી. તમિલી રામાયણ માં આ ઘટનાનો ઉલ્લેખ છે. આમ આપનું જીવન સૂર્ય સંચાલિત હોય આ તહેવાર નું ખુબજ મહત્વ છે. આ દિવશે સૂર્યને આર્ધય ચડાવવામાં આવે છે. આમ આ દિવશે પતંગ સાથે પણ જીવનની ઘણી બધી વાતો ને વાણી લીધી છે. દરેક વ્યક્તિ નું જીવન પતંગ જેવુ છે. ક્યાં સુધી ઊડે ને ક્યાં જઈને પડે આમ વ્યક્તિને પતંગ દ્વારા પણ શીખ આપવામાં આવેલ છે.