Wednesday, 11 September, 2024

ઉત્તરાયણ માં સૂર્યમંદિર નું મહત્વ

329 Views
Share :
ઉત્તરાયણ માં સૂર્યમંદિર નું મહત્વ

ઉત્તરાયણ માં સૂર્યમંદિર નું મહત્વ

329 Views

ગુજરાતમાં સંસ્કારોનું આદાન પ્રદાન આર્યોના આગમનથી થયું હતું. પરંતુ સંગીત અને નૃત્યના સંસ્કારો રોપવાનું શરૂ થયું યાદવોના કાળથી અને આ પ્રવૃત્તિઓના સંસ્કાર નાયક હતા શ્રી કૃષ્ણ. આવું જ એક સંસ્કૃતિ સંસ્કાર સભર સ્થાપત્ય કલાથી ભરપુર એવું મોઢેરાનું સૂર્ય મંદિર છે. દર વર્ષે 14 જાન્યુઆરી પછી સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે. મકર સક્રાંતિ પછી સૂર્ય પૃથ્વીની ઉત્તરમાં ગતિ કરે છે. જે સંક્રીયાને ઉત્તરાયણ કહે છે. ત્યારે મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરનું ઉત્તરાયણ પર્વે જાણીએ અનેરું મહત્વ છે.

  • આ સૂર્ય મંદિરના ગર્ભગૃહની ભીતમાં સંવત 1083 નો શિલાલેખ
  • મહેસાણામાં કેમ બંધાયા હતા સૂર્યમંદિર?
  • પહેલું સૂર્ય કિરણ મોઢેરા મંદિરના ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિને સ્પર્શ કરતુ હશે 

મોઢેરા સૂર્ય મંદિર પાટણથી 30 કિમી, મહેસાણાથી 25 કિમી અને અમદાવાદથી 106 કિમીના અંતરે આવેલું છે 

આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ 1026-1027માં એટલે કે, વિક્રમ સંવત 1083માં કર્યું હતું. તે 23.6° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે.

આ સૂર્ય મંદિરના ગર્ભગૃહની ભીતમાં સંવત 1083 નો શિલાલેખ

મહેસાણાથી 25 કિલોમીટર દુર આવેલું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર ગુજરાતને સોલંકીઓના સાશનથી સુવર્ણશક્તિ પ્રદાન કરે છે. સોલંકી યુગના આ સૂર્ય મંદિરના ગર્ભગૃહની ભીતમાં સંવત 1083નો શિલાલેખ છે. ઈ.સ.1027માં આ મંદિર બંધાયું હશે. મહેસાણા જીલ્લામાં સૌથી વધુ સૂર્ય મંદિરો હોવાના ઐતિહાસિક પુરાવા પણ સાંપડે છે. જેમાં મોઢેરા સુર મંદિર સરસ્વતી નદી કિનારે ભાયલ સ્વામી સુર્ય મંદિર નુગરનું સૂર્ય મંદિર પીલુદરાનું સૂર્ય મંદિર ખેરાલુનું સૂર્ય મંદિર કોનાર્ક સૂર્ય મંદિર દવાડાનું સૂર્ય મંદિર આસોડાનું સૂર્ય મંદિર વગેરેનો ઉલ્લેખ કરી શકાય છે.

મહેસાણામાં કેમ બંધાયા હતા સૂર્યમંદિર?

મહેસાણા જીલ્લામાં આટલા બધા સૂર્ય મંદિરો શા માટે બંધાયા હશે તેની પર નજર કરીએ તો સોલંકી કાલીન રાજવીઓના રાજ ધ્વજ ઉપર કુકડાનું નિશાન રહેતું. કુકડો સૂર્યના આગમનને પોકારનાર અરુણોદયની આહલેકને જગાવનાર હોવાનું મનાય છે. જો કે જયારે સૂર્યોદય થાય ત્યારે તેનું પહેલું કિરણ મોઢેરા સૂર્ય મંદિરમાં પડતું અને ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિને સ્પર્શ કરતુ હશે! એવું માનવામાં આવે છે.

ભવ્ય છે સ્થાપત્ય

મંદિરનું સ્થાપત્ય મરુગુર્જર શૈલીમાં છે અને ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે: ગર્ભગૃહ કે જે ગૂઢમંડપ એટલે કે, હોલમાં છે, બાહ્ય હૉલ કે જે સભામંડપ કે રંગમંડપ તરીકે ઓળખાય છે, અને પવિત્ર કુંડ. સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ચબૂતરા પર બંધાયેલ છે.  તેમનાં શિખરો, ઉપરની છતને બાદ કરતાં, ઘણાં વર્ષો પહેલાં ભાંગી પડેલાં છે. બંનેની છતોનો વ્યાસ 15 ફૂટ 9 ઇંચ જ છે પણ તે સંપૂર્ણ અલગ અલગ રીતે બંધાયેલી છે. 

ભલભલાને આંટી દે તેવી છે ડિઝાઈન

ગૂઢમંડપ 51 ફૂટ 9 ઇંચ બાય 25 ફૂટ 8 ઇંચનું માપ ધરાવે છે અને તે સમાન રીતે બે ભાગ હૉલ અને ગર્ભગૃહમાં વિભાજીત થયેલું છે. બંને લંબચોરસ પ્લાનના છે. ગર્ભગૃહ અંદરથી 11 ફૂટનો ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી અને ગભારાનું નિર્માણ એ રીતે થયું છે કે સૂર્ય સંપાત એટલે એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય આવે વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે; અને દક્ષિણાયણ જ્યારે વર્ષનો લાંબામાં લાંબો દિવસ હોય તે વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે. 

સભામંડપ અને કુંડને જોઈને અવાક રહી જવાય

સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. સભામંડપમાં કુલ ૫૨ કંડારેલા સ્તંભો છે. પવિત્ર કુંડ, કે જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં 176 ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં 120 ફૂટનું છે. તેની પર ઘણી બધી દેરીઓ આવેલી છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.

મોઢેરા નૃત્ય મહોત્સવ

આમ સૂર્યની ઉત્તર તરફની ગતિ જેને સક્રાંતિ તરીકે ઓળખીએ છીએ ત્યારે ઉતરાયણના આ પર્વે મહેસાણાના મોઢેરામાં આવેલા સૂર્ય મંદિરના ઐતિહાસિક મહત્વને જાણવું પણ એટલું જરૂરી છે. ઉતારાયણ બાદ મોઢેરા ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ પણ ઉજવાતો હોય છે. જ્યાં દેશના નામચીન કલાકારો પોતાના કલાના કામણ પાથરે છે જે અનેરો લ્હાવો હોય છે. ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે 3 દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે. આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે, જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થતાં હતાં. 

પહેલું સૂર્ય કિરણ મોઢેરા મંદિરના ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિને સ્પર્શ કરતુ હશે 

પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સુર્યદેવની પૂજા અર્ચના થતી હતી. આ સાથે મકરસક્રાંતિ પર્વ ઉજવાય છે. મોઢેરા  પ્રાચીનકાળ માં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. મહેસાણાથી ૨૫ કિલોમીટર દુર આવેલું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર ગુજરાતને સોલંકીઓના શાસનથી સુવર્ણશક્તિ પ્રદાન કરે છે. જયારે સૂર્યોદય થાય ત્યારે તેનું પહેલું કિરણ મોઢેરા સૂર્ય મંદિરમાં પડતું અને ગર્ભ ગૃહમાં રહેલી સૂર્યની મૂર્તિને સ્પર્શ કરતુ હશે ! એવું માનવામાં આવે છે. ઉતારાયણ બાદ મોઢેરા ખાતે બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ પણ ઉજવાતો હોય છે. જ્યાં દેશના નામચીન કરલાકારો પોતાના કલાના કામણ પાથરે છે જે અનેરો લ્હાવો હોય છે.

રામચંદ્રજીએ અહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવોની સન્મુખ સૂર્યદેવની પૂજા કરી હતી

મહેસાણા મોઢેરા સ્થિત સૂર્ય મંદિર સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક સમાન છે.  મોઢેરા પ્રાચીનકાળમાં સુર્યપૂજકોનું મુખ્ય સ્થાન હતું. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં  મોઢેરા અને તેની આજુબાજુના પ્રદેશને ધર્મારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદપુરાણ અને બ્રહ્મપુરાણમાં મોઢેરાનો ઉલ્લેખ ધર્મારણ્ય તરીકે કરવામાં આવ્યો છે. મોઢેરા સત્ય યુગમાં ધર્મારણ્ય ક્ષેત્ર ત્રેતા યુગમાં સત્યમંદિર દ્વાપર યુગમાં વેદભુવન અને કળીયુગમાં મોઢેરા ઓળખાવા લાગ્યું. લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામચંદ્રજીએ અહીં બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવોની સન્મુખ સૂર્યદેવની પૂજા કરી હતી. પ્રાચીન સાહિત્યના ઉલ્લેખમાં મોઢેરા હારીક્ષેત્ર તરીકે પ્રચલિત હતું. પછી મહોરીક્પુર અને મોધેર્ક પછી મોઢેરા તરીકે ઓળખાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *