Wednesday, 15 January, 2025

વધેલી રોટલી ના પાત્રા બનાવવાની Recipes

193 Views
Share :
વધેલી રોટલી ના પાત્રા બનાવવાની Recipes

વધેલી રોટલી ના પાત્રા બનાવવાની Recipes

193 Views

ઘરે વધેલી રોટલી ના પાત્રા બનાવવાની રીત – Vadheli rotili na patra banavani rit શીખીશું. સવાર ના કે સાંજ ના નાસ્તા માં એકવાર રોટલી ના પાત્રા જરૂર બનાવો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે ખૂબ જ ઓછા તેલ માં બની ને તૈયાર થઇ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી વધેલી રોટલી ના પાત્રા બનાવતા શીખીએ.

વધેલી રોટલી ના પાત્રા બનવવા જરૂરી સામગ્રી

  • ગોળ 1 ચમચી
  • આમલી 1 ચમચી
  • બેસન 1 કપ
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ગરમ મસાલો 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • મરી પાવડર 1 ચપટી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • વરિયાળી નો પાવડર 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બેકિંગ સોડા 1 ચપટી

વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠો લીમડો 8-10
  • હિંગ 1 ચપટી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • વધેલી રોટલી 8

વધેલી રોટલી ના પાત્રા બનાવવાની રીત

વધેલી  રોટલી ના પાત્રા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ગોળ અને આમલી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી ને તેની પેસ્ટ બનાવી લ્યો.

એક બાઉલમાં ચણા નો લોટ લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, ગરમ મસાલો, ધાણા પાવડર, હળદર, મરી પાવડર, લાલ મરચું પાવડર, વરિયાળી પાવડર અને તેમાં બનાવી ને રાખેલ ગોળ આમલી ની પેસ્ટ નાખો.

તેમાં તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક ધોલ બનાવી લ્યો. થોડું થીક ધોલ બનાવવુ જેથી પાત્રા સરસ બને. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક રોટલી લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી ઘોલ્ લગાવી લ્યો. હવે તેની ઉપર એક રોટલી રાખો. હવે તેની ઉપર ફરી થી ધોલ લગાવી લ્યો. હવે રોટલી ને ટાઈટ ફોલ્ડ કરી લ્યો. આવી રીતે બધા રોટલી ના રોલ બનાવી લ્યો.

ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક ચારણી વારી પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર રોટલી ના રોલ રાખો. હવે તેને સ્ટીમર માં રાખો. હવે તેને ઢાંકી દયો. હવે તેને આઠ થી દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તેને સ્ટીમર માંથી કાઢી લ્યો. હવે રોટલી ના રોલ ના અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી પીસ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.

પાત્રા નો વઘાર કરવા માટેની રીત

પાત્રા નો વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ નાખો.

તેમાં લીમડા ના પાન અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં પીસ કરીને રાખેલ પાત્રા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, ખાંડ અને લીંબુ નો રસ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી વધેલી રોટલી ના પાત્રા. હવે તેને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ વધેલી રોટલી ના પાત્રા ખાવાનો આનંદ માણો.

Vadheli Rotili na Patra Recipe notes

  • વધેલી રોટલી ની જગ્યાએ તમે ફ્રેશ રોટલી નો ઉપયોગ કરીને પાત્રા બનાવી શકો છો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *