Sunday, 22 December, 2024

વ્હાલો મારો પ્રેમને વશ થયા

345 Views
Share :
વ્હાલો મારો પ્રેમને વશ થયા

વ્હાલો મારો પ્રેમને વશ થયા

345 Views

વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, એમાં શું કરે પંડિતને કાજી,
વ્હાલો મારો,પ્રેમને વશ થયા રાગી…

કરમાબાઈનો આરોગ્યા ખીચડો, વિદુરની ખાધી ભાજી,
એઠાં બોર શબરીના ખાધાં, છપ્પન ભોગ મેલ્યાં ત્યાગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી …

વિદુરને ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા, કેળાં લાવ્યાંતા માંગી,
ગર્ભ કાઢીને છાલ ખવડાવી, વ્હાલે તોય ના જોયું જાગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી …

ગણિકા હતી તે, પોપટ પઢાવતી, તેમાંથી લેહ એને લાગી,
શ્રી હરિ તેને તો સહેજમાં મળ્યાં, એની સંસારની ભ્રમણા ભાંગી,
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી …

ભક્તની લોકો નિંદા કરે ને જગત થયું છે પાજી,
ભલે મળ્યાં મહેતા નરસિંહના સ્વામી, માથે ગિરધર રહ્યાં છે દાગી ..
વ્હાલો મારો, પ્રેમને વશ થયા રાગી … 

– નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *