વૈષ્ણવ જન તો તેને કહિયે lyrics in Gujarati
By-Gujju31-10-2023
617 Views

વૈષ્ણવ જન તો તેને કહિયે lyrics in Gujarati
By Gujju31-10-2023
617 Views
વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ના આણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે…..વૈષ્ણવ જન
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે…..વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે…..વૈષ્ણવ જન
વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે…..વૈષ્ણવ જન