વૈષ્ણવ નથી થયો તું રે
By-Gujju20-05-2023
328 Views
વૈષ્ણવ નથી થયો તું રે
By Gujju20-05-2023
328 Views
વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે … વૈષ્ણવ
હરિજન જોઇ હૈયું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં … વૈષ્ણવ
તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો … વૈષ્ણવ
પરદુઃખ દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વ્હાલ નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો … વૈષ્ણવ
પરોપકારે પ્રીત ન તુજને, સ્વાર્થ છુટ્યો છે નહિ,
કહેણી તેવી રહેણી ન મળે, ક્યાં લખ્યું એમ કહેણી … વૈષ્ણવ
ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જ્યાં લગી, જગત ગુરુ, તું દાસ … વૈષ્ણવ
મન તણો ગુરૂ મન કરશે તો, સાચી વસ્તુ જડશે,
‘દયા’ દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે … વૈષ્ણવ
– દયારામ