Sunday, 22 December, 2024

Varmala Lyrics in Gujarati

162 Views
Share :
Varmala Lyrics in Gujarati

Varmala Lyrics in Gujarati

162 Views

હો મારા ફોટા ઉપર લાગશે જાનુ ગુલાબની માળા
હો …મારા ફોટા ઉપર લાગશે જાનુ ગુલાબની માળા
મારા ફોટા ઉપર લાગશે દીકુ ગુલાબની માળા
જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા

હે મારા ઘેર વખાય જશે જાનુ લોઢાના રે તાળા
ઘરે વખાય જશે દીકુ લોઢાના રે તાળા
જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા
હો પછી કદી તને હું જોવા નહીં મળું
યાદ કરી મને તમે રડશો રે ઘણું
હો મારા વિના વેરણ લાગશે તને રાત અને અંધારા
સૂના સૂના લાગશે તને રાત અને અંધારા
જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા
હો જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા

હો અંગે તારા પીઠી મારી બનશે મરણ તીથી
જુદી જુદી થશે જાનુ તારી મારી વિધી
હો હક ના પડવાનું તને ચોઈ મારા લીધી
નઈ મળે રે પ્રેમ ધવુ જેવો તન બીજે
હો ખરાબ સમય તારો થઇ જાશે ચાલુ
મોઢું નઈ જોવા મળે કોઈ દાડો મારુ
હો મારા વિના તને રોજ દીકુ આવશે રે કંટાળા
ધવુ વિના રોજ તને આવશે રે કંટાળા
જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા
હો જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા

હો નવું નવું બધું નવ દાડા સારું લાગશે
મારા વગર દીકુ તને ચોઈ ના રે ફાવશે
હો …બધા જોને ગળશે તારા ગળે ના રે ઉતરશે
હાલ બુરા થશે તારા મને ખબર છે
હો આ દુનિયામ જયારે હું નહીં રહું
પછતાવો થશે ત્યારે તને બહુ
હો તને ઘડી ઘડી આવશે મારા વિચારો રે આડા
તને ઘડી ઘડી આવશે મારા વિચારો રે આડા
જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા
હો જયારે તમે પહેરશો બીજા કોકની વરમાળા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *