Thursday, 14 November, 2024

Vasistha meet Janak

133 Views
Share :
Vasistha meet Janak

Vasistha meet Janak

133 Views

कुलगुरू वशिष्ठ जनक को मिले 
 
सुनि मुनि बचन जनक अनुरागे । लखि गति ग्यानु बिरागु बिरागे ॥
सिथिल सनेहँ गुनत मन माहीं । आए इहाँ कीन्ह भल नाही ॥१॥
 
रामहि रायँ कहेउ बन जाना । कीन्ह आपु प्रिय प्रेम प्रवाना ॥
हम अब बन तें बनहि पठाई । प्रमुदित फिरब बिबेक बड़ाई ॥२॥
 
तापस मुनि महिसुर सुनि देखी । भए प्रेम बस बिकल बिसेषी ॥
समउ समुझि धरि धीरजु राजा । चले भरत पहिं सहित समाजा ॥३॥
 
भरत आइ आगें भइ लीन्हे । अवसर सरिस सुआसन दीन्हे ॥
तात भरत कह तेरहुति राऊ । तुम्हहि बिदित रघुबीर सुभाऊ ॥४॥
 
(दोहा)   
राम सत्यब्रत धरम रत सब कर सीलु सनेहु ।
संकट सहत सकोच बस कहिअ जो आयसु देहु ॥ २९२ ॥
 
વશિષ્ઠ જનક રાજાને મળે છે
 
થયો જનકને અતિ અનુરાગ, પામ્યાં વિરતિ જ્ઞાન વૈરાગ્ય;
કરવા લાગ્યા સ્નેહવિચાર, રહ્યો પ્રવાસતણો નવ સાર.
 
જવા રામને વનમાં કહ્યું, પ્રયાણ ભૂપે તનથી કર્યું;
અમે મોકલી વનથી વન ફરીશું પાછા પ્રમુદિતમન !
 
તાપસ મુનિ દ્વિજ દેખી સુણી વિકળ બન્યા પ્રીતિથકી ઘણી;
સમય વિચારી ધીરજ ધરી જનક ભરત પાસ ગયા ફરી.
 
ભરતે આગળ આવી કર્યું સ્વાગત સમુચિત આસન ધર્યું;
બોલ્યા જનક તમે રઘુવીર-સ્વભાવથી પરિચિત છો ધીર !
 
(દોહરો)
રામ સત્યવ્રત ધર્મરત શીલવાન સ્નેહાળ,
લજ્જાવશ સંકટ સહે, દો આદેશ લગાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *