વેજ પફ પેટીસ બનાવવાની Recipe
By-Gujju12-01-2024
વેજ પફ પેટીસ બનાવવાની Recipe
By Gujju12-01-2024
આજે આપણે ઘરે વેજ પફ પેટીસ બનાવવાની રીત – Veg puff patties banavani rit શીખીશું. આ પેટીસ ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જડપથી બની ને તૈયાર થઈ જાય છે, સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં ચાય સાથે કે ક્યારેય પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી વેજ પફ પેટીસ બનાવતા શીખીએ.
વેજ પફ પેટીસ બનાવવા જરૂરી સામગ્રી
- મેંદો 1 કપ
- ઘી 2 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- પાણી જરૂર મુજબ
- તળવા માટે તેલ
વેજ પફ પેટીસ બનાવવાની રીત
વેજ પફ પેટીસ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં જરૂર મુજબ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
એક કટોરી માં બે ચમચી જેટલો મેંદો લ્યો. હવે તેમાં ઘી ને મેલ્ટ કરી ને નાખતા જાવ અને હલાવતા ઘટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેના બે ભાગ કરી લ્યો. હવે તેમાંથી એક ભાગ ના લોટ માંથી નાના નાના લુવા બનાવી લ્યો.
તેમાં થી એક લુવો લ્યો. હવે તેની પાતળી રોટલી વણી લ્યો. હવે તેની ઉપર મેંદો અને ઘી નું મિશ્રણ બનાવી ને રાખ્યું હતું તેને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો.
તેને વચ્ચે થી ફોલ્ડ કરી લ્યો. હવે ફરી થી તેની ઉપર મિશ્રણ લગાવી લ્યો. હવે ફરી થી તેને ફોલ્ડ કરી લ્યો. હવે એક પટી તૈયાર થઈ ગઈ હસે. હવે ફરી થી તેની ઉપર મિશ્રણ લગાવો. હવે તેને આમને સામને ફોલ્ડ કરી લ્યો. ત્યાર બાદ તેને હલ્કા હાથે વણી લ્યો. આવી રીતે બધી પેટીસ વણી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે બનાવી ને રાખેલ પેટીસ નાખો. હવે તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી વેજ પફ પેટીસ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી ને રાખી લ્યો.