Saturday, 27 July, 2024

Verse 02

105 Views
Share :
Verse 02

Verse 02

105 Views

अतीतः पंथानं तव च महिमा वाड् मनसयो
रतद्व्यावृत्यायं चकितमभिधत्ते श्रुतिरपि ।
स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः
पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः ॥२॥

*

atitah panthanam tava cha mahima vang-mana-sayor
atad vyavrittya yam chakita mabhi dhatte shrutir api,
sa kasya stotavyah katividha gunah kasya vishayah
pade tvarvachine patati na manah kasya na vacah.

*

શકે તારો જાણી, પરમ મહિમા વાઙ્મન નહીં,
કરે છે વેદો યે, સ્તુતિ પણ ભયે ‘નેતિ’ સ્વરથી;
ગવાયે તો કો’થી, સુલભ પણ કો’થી શું ગુણનો ?
ધરે રૂપ ત્યારે, તુંજ પ્રતિ વળે વાઙમન છતાં ॥૨॥

*

*

૨. વાણી અને મનથી તું પર છે એટલે વાણી ને મન તારા મહિમાને જાણી શકતા નથી. એટલે તો વેદ પણ જ્યારે તારું વર્ણન કરવા બેસે છે ત્યારે આખરે ‘ આ નહિ તે નહિ ‘ એમ કહીને જ અટકે છે. એવો મહિમા કોણ ગાઇ શકે ? પામી પણ કોણ શકે ? ને તે કેવા ગુણનો છે તે પણ કોણ કહી શકે ? છતાં તું સાકાર બને છે, રૂપ ધારણ કરે છે, ત્યારે તારા સ્વરૂપના ગુણગાન ભક્તો કરે છે. ખરેખર એ પ્રેમનું જ કારણ છે.

*

२. हे प्रभु ! आप मन और वाणी से पर है ईसलिए वाणी से आपकी महिमा का वर्णन कर पाना असंभव है । यही वजह है की वेद आपकी महिमा का वर्णन करते हुए ‘नेति नेति’ (मतलब ये नहि, ये भी नहि) कहकर रुक जाते है । आपकी महिमा और आपके स्वरूप को पूर्णतया जान पाना असंभव है, लेकिन जब आप साकार रूप में प्रकट होते हो तो आपके भक्त आपके स्वरूप का वर्णन करते नहीं थकते । ये आपके प्रति उनके प्यार और पूज्यभाव का परिणाम है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *