વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪
By-Gujju05-01-2024
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪
By Gujju05-01-2024
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Vibrant Gujarat Global Summit 2024: સમિટની તૈયારીઓ આખરી ઓપ, GMC દ્વારા વિશેષ આયોજન
ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. લગભગ 50 કરોડનો ખર્ચ કરીને અમદાવાદથી ગાંધીનગર સુધીના રોડનું બ્યુટીફીકેશન સહિત ગાંધીનગરના અંડર બ્રિજને શરગરવામાં આવ્યા છે. મળેલી માહિતી અનુસાર 133 દેશના ડેલિગેટ્સ આ સમિટમાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. વડાપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપીને તેમની મુલાકાત દરમિયાન બીજા દિવસે સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કરશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર આ સમીટથી મોટી આશાઓ લઈને બેઠી છે. એવા અંદાજો છે કે આ સમીટ બાદ ગુજરાતમાં રોકાણમાં જબરદસ્ત વધારો થશે.
કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં પહેલાં વૈશ્વિક વેપાર શોમાં હાજરી આપશે. આ પછી બીજા દિવસે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વભરમાંથી આવનારા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધિત કરશે.
કોરોનાના કારણે ચાર વર્ષ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી સમિટ 2019માં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે રોકાણકારોને ગુજરાતમાં લાવવાની કલ્પના કરીને આ સમિટની શરૂઆત કરી હતી. આ વખતની સમિટ માટે વિશ્વના 28 દેશો ભાગીદાર બન્યા છે અને 14 સંસ્થાઓ સહયોગી બની છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે રેકોર્ડ બ્રેક MOU થયા
આ મહિને યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) પૂર્વે રેકોર્ડ બ્રેક MOU થયા છે. આજે એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાના MOU થયા છે. વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat ) માં અત્યાર સુધીમાં કુલ 10.31 લાખ કરોડના MOU થયા છે અને વાઇબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat )માં એક દિવસમાં થયેલ MOU પૈકી 370 લાખ રોજગારી સર્જન થવાનો દાવો કરાયો છે.
વાઇબ્રન્ટ ગુજરાત પહેલા બુધવારે આજે એક જ દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાની MOU થયા છે. આ સમિટ બાદ ગુજરાતમાં મોટાપાયે રોકાણ થશે અને રોજગારી પણ ઉભી થશે. આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક MOU થતાં ગુજરાત હવે રોકાણ ક્ષેત્રે હોટ ફેવિરટ બની ચુક્યું હોવાનું પ્રતિત થાય છે.