વિધાતા નો ખેલ
By-Gujju06-09-2023
વિધાતા નો ખેલ
By Gujju06-09-2023
માનગઢ નામના એક રાજ્યની વાત છે. ત્યાંના રાજા વિજયસિંહ ખૂબ દયાળુ અને ન્યાયી હતા. એમના રાજ્યની પ્રજા ખૂબ સુખી હતી પરંતુ રાજા ખૂબ દુઃખી હતા. કારણ કે એમના રાજકુંવર ઉદયસિંહ ઘણા દુબળા-પાતળા હતા. વૈદ શ્રીનું કહેવું કતું કે રાજકુંવર નાના હતા ત્યારે એમના પેટમાં એક સાપ ઘૂસી ગયો હતો અને એ સાપ ઉદયસિંહ જે કઇ ખાય એ ખાય લે છે. રાજકુંવર માટે ખૂબ દવાઓ કરી, બાધા-આખડી કરી. પણ રાજકુંવર સાજા થતાં જ નહોતા.
હવે રાજકુંવર ઉદયસિંહ યુવાન થયા તો પણ તેમના પિતા વિજયસિંહ પુત્રના રોગના કારણે ખૂબ દુઃખી રહેતા હતા. એક રાત્રે ઉદયસિંહ રાજમહેલની બારે નીકળ્યા અને સદા કપડામાં ચાલતા ચાલતા રાજ્યની બહાર નીકળી ગયા. ત્યાંથી પણ તેઓ દિવસો સુધી ચાલતા રહ્યા અને એક બીજા જ રાજ્યમાં આવી પહોંચ્યા.
રામગઢ નામનું એ રાજ્ય હતું. ઉદયસિંહ કોઈને કહ્યું નહિ કે પોતે એક રાજકુંવર છે અને નગરમાં તેઓ ફરીને ખાવાનું માંગી લાવે અને નગર બહાર આવેલા એક મંદિરમાં રાતવાસો કરે. ઉદયસિંહે સાંભળીયુ કે અહીંના રાજા ખૂબ મહેનતુ છે પણ સાથે ખૂબ ક્રૂર પણ છે. એમની ભાનુ નામની રાજકુંવરી ખૂબ દયાળુ અને ભલા સ્વભાવની છે. અને તે પિતાના ક્રૂર કર્મોની નિંદા કરતી.
રાજાને આ કારણે ભાનુ પર ક્રોધ આવતો અને એક દિવસ રાજાએ નક્કી કર્યું કે ભાનુંને મારા રાજ્યના સૌથી ગરીબ એક ભિખારી સાથે પરણાવી દવ જેથી એને ભાન થાય કે મારી સખત મહેનત કેટલી જરૂરી છે.
રાજા વલ્લભશીહે ઉદયસિંહને નગરમાં ભીખ માંગતા જોયો. તરત તેમણે વિચાર્યું કે આ ફાટેલા વસ્ત્રવરા ભિખારી સાથે જ ભાનુંને પરણાવી દવ. રાજાએ ભિખારીને બોલાવ્યો અને કહ્યું કે તારે મારી કુંવરી સાથે લગ્ન કરવાના છે. ભિખારી કહે મહારાજ હું બીમાર છું, ને મારી પાસે રહેવાને અહીંયા કોય જગ્યા પણ નથી. જો રાજકુંવરી ભાનું મારી સાથે લગ્ન કરશે તો દુઃખી થશે. તમે પેહલા એમની મરજી પૂછી લો.
રાજા વલ્લભશીહે કહ્યું કે મારે એને દુઃખી જ કરવી છે અને રાજાએ ભાનુંને બોલાવી કહ્યું કે આ ભિખારી સાથે પરણવાનું છે. ભાનું વિચારમાં પડી ગઈ કે પિતાશ્રી મને દુઃખમાં ધકેલવા માંગે છે, જરૂર વિધાતાનો કોય આમાં ખેલ છે. અને ભાનુએ કહ્યું ભલે પિતાશ્રી જેવી તમારી ઈચ્છા. બીજે જ દિવસે ભાનું અને ઉદયસિંહના લગ્ન થઈ ગયા. અને બંને એ નગરના બહાર આવેલા મંદિરમાં રહેવાં આવતા રહ્યા. ઉદયસિંહ નગરમાંથી ભીખ માંગી લાવતા અને ભાનું મંદિરને વાળીને સાફ કરી રાખતી. બંને જમ્યા પછી ઉદયસિંહ ઊંઘી જતા અને ભાનું તેમને જોયા કરતી અને વિચારતી કે આ વ્યક્તિ તેમના દુઃખ માટે ભગવાનને ફરિયાદ પણ નથી કરતો…. કોણ હશે આ?
આ રીતે અઠવાડિયું વીતી ગયુ. એક દિવસ ઉદયસિંહ બપોરે જામીને ઊંઘી ગયો અને ભાનું પાણી ભરવા ગઈ હતી. પાણી ભરીને આવતા રસ્તામાંથી જોયું કે ઉદયસિંહના મુખમાંથી એક સાપ બહાર મોં કાઢીને બેઠો. સામે રસ્તા પર પણ એક સાપ બેઠો એની સાથે વાત કરી રહ્યો છે. રસ્તા પરના સાપે કહ્યું કે તું આવા ભલા માણસના પેટમાંથી બહાર કેમ નથી નકડી જતો? શુ કામે એને દુઃખ આપી રહ્યો છે? ઉદયસિંહના પેટમાંનો સાપ બોલ્યો કે ભાગ અહીંથી, તું જાડીમાં રહી ઝેરી ડંખ મારનાર સાપ મને ભલાયનો પાઠ શીખવીશ.
રાજકુંવરી ભાનુંએ સાપોને જોયા અને ધીરે-ધીરે અવાજ ના થાય એ રીતે નિજીક આવી. ભાનું યુદ્ધકલા શીખેલી હતી તેથી તેણે એક મજબૂત લાકડી ઉપાડીને ઉદયસિંહના મુખવાળા સાપને સટ્ટાક કરતા લાકડી મારી અને સાપ મરી ગયો. બીજો સાપ ભાગી ગયો, ઉદયસિંહના પેટવાળા સાપને ભાનુએ બહાર કાઢી દૂર ફેંકી દીધો.
ઉદયસિંહ ઉઠી ગયા અને જોયું કે પેટ સાવ હલકું હતું, તે કહે અચાનક મારુ પેટ હલકું લગે છે! ભાનુંએ બધી વાત કરી કહ્યું કે તાનારા પેટમાં સાપ હતો. મેં જોયું કે એને મો મહાર કાઢ્યું, મેં એને મારી નાખ્યો અને બહાર કાઢી ફેંકી દીધો.
ઉદયસિંહે કહ્યું વાહ! તમે તો કમાલ કરી દીધું, મારો રોગ મટાડી દીધો. મારા પિતા સાંભળશે તો કેટલા રાજી થશે! કોણ છે તમારા પિતા? રાજકુંવરી ભાનું એ કહ્યું.
માનગઢના રાજા વિજયસિંહ અને પછી ઉદયસિંહે ભાનુને આખી વાત કહી. ભાનુંએ કહ્યું તો ચાલો તમારા રાજ્યમાં જઈએ.
બંને માનગઢ આવ્યા, અને રાજમહેલમાં જઈને રાજા વિજયસિંહને આખી વાત કહી. આ બધું સાંભળીને રાજા ખુશ થય ગયા, અને બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. ભાનુના પિતા વલ્લભસિંહને કહેણ મલાવ્યું અને માનગઢમાં તેડાવ્યા.
વલ્લભસિંહ આવીને બોલી ઉઠ્યા, મેં એક ભિખારી સાથે ભાનુંના લગ્ન કરાવ્યા ને એ પણ રાજકુંવર નકળ્યો? આ સાંભળતા રાજકુંવરી ભાનું કહે, પિતાજી એ તો નસીબની વાત છે.