યમુનામેં કૂદ પડ્યો કનૈયો
By-Gujju18-05-2023
334 Views
યમુનામેં કૂદ પડ્યો કનૈયો
By Gujju18-05-2023
334 Views
યમુનામેં કૂદ પડ્યો, કનૈયો
તેરો યમુના મેં કૂદ પડ્યો … કનૈયો
પેસી પૈયારે કાલિનાગ નાથ્યો,
ફન પર નિરત કર્યો … કનૈયો.
નંદબાવા ઘર નોબત બાજે,
કંસરાય દેડકે ડર્યો … કનૈયો.
માત યશોદા રુદન કરત હૈ,
નૈનો મેં નીર ઝર્યો … કનૈયો.
ટચલી આંગળીએ ગોવર્ધન તોર્યો,
ઈન્દ્ર નો માન હર્યો … કનૈયો.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
મથુરા મેં વાસ કર્યો … કનૈયો.
– મીરાંબાઈ