Zanzariyu Lyrics in Gujarati
By-Gujju23-04-2023

Zanzariyu Lyrics in Gujarati
By Gujju23-04-2023
સોનારા ની હાટડીયે જાવો
ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું
મીઠી મીઠી લાગે મારી લાડી
પહેરાવો એને મીઠી મીઠી લાગણીયું
તને જોયા કર્યા નું મન થાતું
તારી ટહુકા સરખી એ વાત્યું
નાની આંખ્યુંમાં આખું એ આભ રે સમાતું
સોનારાની હાટડીયે જાવો
ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું
મીઠી મીઠી લાગે મારી લાડી
પહેરાવું એને મીઠી મીઠી લાગણીયું
હિરલે મઢી રાતલડી
જરા આજુ નજર નહિ લાગે
ફૂલ બધા પાંખલડી
તારી પગલીયે પગલીયે પાથરે
એક દી તું ચાલી જાશે
દૂર તારે કિનારે
સૂનું મૂકી ને મારુ આંગણીયુ
ઢોલ નગારા શરણાયું
વાગી રે ઉઠે ધીમી ધીમી વાંસળીયું
વાદળિયું ની જેમ અમે રોશું
જોશું રે તારી ભીની ભીની વાટડીયું
તને જોયા કર્યાનું મન થાતું
તારી ટહુકા સરખી એ વાત્યું
નાની આંખ્યું માં આખું એ આભ રે સમાતું
સોનારા ની હાટડીયે જાવો
ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું
મીઠી મીઠી લાગે મારી લાડી
પહેરાવો એને મીઠી મીઠી લાગણીયું
સોનારા ની હાટડીયે જાવો
ઘડાવો કોઈ ઝીણી ઝીણી ઝાંઝરીયું
મીઠી મીઠી લાગે મારી લાડી
પહેરાવો એને મીઠી મીઠી લાગણીયું