Sunday, 22 December, 2024

16 એપ્રિલે યોજાશે 2024 લોકસભાની ચૂંટણી

863 Views
Share :
16 april yojashe 2024 loksabhani chutni

16 એપ્રિલે યોજાશે 2024 લોકસભાની ચૂંટણી

863 Views

છેલ્લા થોડા સમયથી કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીઓની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 16 એપ્રિલે 2024 લોકસભાની ચૂંટણી યોજવામાં આવશે. દાવો સામે આવતા જ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાઓ ફૂટી નીકળી હતી. આ દાવો દિલ્હી CEO કાર્યાલયને ટાંકીને કરવામાં આવ્યો હતો.

આ વાયરલ થઈ રહેલા દાવામાં દિલ્હી CEO (મુખ્ય ચૂંટણી અધિકારી) કાર્યાલયને ટાંકીને કહેવામાં આવી રહ્યું હતું કે ભારતના ઈલેકશન કમિશને 2024 લોકસભાની ચૂંટણી માટે 16 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

જોકે દિલ્હી CEO કાર્યાલયનું ધ્યાન જતાની સાથે જ તેમના દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી. વાયરલ થઇ રહેલી સૂચના પર પ્રતિક્રિયા આપતા દિલ્હી CEO કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટતા આપી હતી.

આ પોસ્ટમાં દિલ્હી CEO કાર્યાલએ લખ્યું હતું કે, “જે પત્ર વાયરલ થઈ રહ્યો છે, તેમાં આપવામાં આવેલી માહિતી માત્ર ચૂંટણી પહેલા ચૂંટણી સંબંધિત કાર્યોની યોજના બનાવવા અને તેને સમયસર પૂર્ણ કરવા માટે માત્ર એક અધિસૂચના છે. આ સૂચના માત્ર અધિકારીઓ માટે હતી, જેથી કરીને તેઓ અગામી ચૂંટણીઓ માટે તૈયાર રહે. જાહેર કરવામાં આવેલી તારીખ માત્ર સંદર્ભ માટે છે.”

આ પોસ્ટમાં દિલ્હી CEO કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, “મીડિયામાં એક સર્ક્યુલરને ટાંકીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આગામી 16 એપ્રિલ 2024ના રોજ લોકસભા ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ તારીખનો ઉલ્લેખ માત્ર અધિકારીઓ માટે ચૂંટણીને લઈને યોજનાઓ બનાવવા માટે માત્ર ‘સંદર્ભ’ હતો. આ કોઈ ચૂંટણીની તારીખ નહોતી જાહેર કરવામાં આવી.”

આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે આગામી લોકસભા ચૂંટણીની તારીખ હજુ સુધી નક્કી નથી કરવામાં આવી અને વાયરલ થઇ રહેલો દાવો તદ્દન ખોટો છે. માનવામાં આવી રહ્યું છે કે એપ્રિલ કે મે મહિનામાં ચૂંટણીઓનું આયોજન થઈ શકે છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીઓ સાત ચરણોમાં પાર પડી હતી, જે 11 એપ્રિલથી શરૂ થઈને 19 એપ્રિલના રોજ સમાપ્ત થઇ હતી. આ ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *