Friday, 13 September, 2024

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના

268 Views
Share :
pradhanmantri suryodaya yojana

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના

268 Views

અયોધ્યામાં ભવ્ય મંદિરમાં પ્રભુ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના પાવન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગત્યની ઘોષણા કરી છે. તેમણે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’નો આરંભ કરવાનું એલાન કર્યું છે. જે અંતર્ગત દેશનાં 1 કરોડ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવશે. PM મોદીએ X પર પોસ્ટ કરીને ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની ઘોષણા કરી હતી.

પોસ્ટમાં તેમણે લખ્યું કે, “સૂર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના બધા ભક્તો હંમેશા ઉર્જા પ્રાપ્ત કરતા રહ્યા છે. આજે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસર પર મારો આ સંકલ્પ વધારે મજબૂત બન્યો છે કે દરેક ભારતીયના ઘર પર તેમની પોતાની સોલાર રૂફટોપ સિસ્ટમ હોય. અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય એ જ કર્યો કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્ય સાથે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની શરૂઆત કરશે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરે વીજળીના બિલમાં તો ઘટાડો થશે જ, સાથોસાથ ભારત ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે.”

વધુમાં, સોમવારે, 22 જાન્યઆરી 2024ના શુભ દિને અયોધ્યાના ભવ્યાતિ ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રભુ રામલલા મંદિરમાં બિરાજમાન થઇ ગયા અને તેની સાથે કરોડો રામભક્તોની પાંચ શતાબ્દીની પ્રતીક્ષાનો અંત થયો. પ્રધાનમંત્રી મોદીની યજમાનીમાં આ પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થયો. પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાન માટે PM મોદીએ ખાસ નિયમોનું પાલન કર્યું હતું. તેઓએ પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાન માટે 11 દિવસ સુધી ખાસ ઉપવાસ પણ રાખ્યા હતા, જેનું પારણું શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગિરિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત PM મોદીએ આ વિશેષ અનુષ્ઠાન માટે 11 દિવસ સુધી જમીન પર ઊંઘવાનો નિયમ પણ પાળ્યો હતો.

કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે કહ્યું ‘આજે આપણા રામ આવી ગયા છે. શતાબ્દીઓની લાંબી પ્રતીક્ષા બાદ આજે રામ આવી ગયા છે’થી તેમણે સંબોધનની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરી, 2024 માત્ર કેલેન્ડર પર લખેલી એક તારીખ નહીં પરંતુ એક નવા કાળચક્રનો ઉદગમ છે. તેમણે ઉમેર્યું, “આ ક્ષણ અલૌકિક છે, આ પળ પવિત્ર છે, આ માહોલ, આ વાતાવરણ, આ ઊર્જા, આ ઘડી….. પ્રભુ શ્રીરામના આપણા સૌની ઉપર આશીર્વાદ છે.”

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *