Aave Tu Lyrics in Gujarati
By-Gujju17-06-2023
652 Views
Aave Tu Lyrics in Gujarati
By Gujju17-06-2023
652 Views
આવે તું
તો રાસ રમીએ કાન્હા
આવે તું
તો રાસ રમીએ કાન્હા
પૂનમની રાતમાં,
જમુનાના ઘાટમાં,
બેઠી છે એકલી,
માધવની વાટમાં,
ગોકુળની ગોપીઓ,
પૂછે કદંબને,
જોયો છે ક્યાંય તેં,
એ શ્યામ રંગને?
મોરપીંછ આંખોમાં હળવે અડાડતી,
યાદોની વાંસળીને ધીમે વગાડતી
ક્રિશ્ના,
તને શોધે તારી રાધા,
તું ક્યાં છે કહી દે માધા,
તારી જોગણ થઈને ફરતી એ રાધા,
ક્રિશ્ના,
તને શોધે તારી રાધા,
એકવાર મળી જા કાન્હા,
નહીં ચાલે તારા કોઈ બ્હાનાં,
સોનાના આંગણે
રૂપાના બારણે
આવે તો નોતરૂં
મનના ઓવારણે
દ્વારિકાના મ્હેલોમાં તું જઈને ઝૂલે
ગોકુળ વનરાવન તો તુજને ના ભૂલે
આવે તું
તો રાસ રમીએ કાન્હા
આવે તું
તો રાસ રમીએ કાન્હા.