Friday, 15 November, 2024

Akha Hind Ma Hetali Lyrics in Gujarati

408 Views
Share :
Akha Hind Ma Hetali Lyrics in Gujarati

Akha Hind Ma Hetali Lyrics in Gujarati

408 Views

આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
હે નથી રે દગાડી એ શુરવીરતા વાળી
હે એ વચનની આપે તાળી ને કરે રખવાળી
વચનની આપે તાળી ને કરે રખવાળી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી

હો વીર રામવાળોને કાદુ મકરાણી
વીર હમીરજીની અમર કહાણી
હો વીર રામવાળોને કાદુ મકરાણી
વીર હમીરજીની અમર કહાણી

હે એ સોમનાથની સખાતે તલવાર તાણી હાથે
સોમનાથની સખાતે તલવાર તાણી હાથે
સોરઠ ની એ રસધારા, સુરવીર આ અમારા
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી

હો ઓઢા રે જામ ને હોથલ પદમણી
ધન્ય ધરા છે આ કચ્છની રે ધરણી
હો દેવાયત બોદર ને બોદો મકવાણો
આહીરનો આશરો જગમાં ગવાણો

એ હે જુગ જુગમાં ગવાણી બલિદાનની કહાણી
જુગ જુગમાં ગવાણી બલિદાનની કહાણી
અમર આ કહાણી જગતે આખી જાણી
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી

હો દાનવીર દાતાને સૂરો નરબંકો
નાથા ગોધાનો વાગે છે ડંકો
હો બનાહની તેળમાં ગરાબડી ગામે
દાનવીર દાતાર થયા નાથા ગોધા નામે

હે એ પરમારથમાં પેલી ગુજરાત મારી ઘેલી
પરમારથમાં પેલી ગુજરાત મારી ઘેલી
ગુજરાતની આ ગાથા મનુ રબારી રે ગાતા
આખા હિંદમાં હેતાળી ગુજરાત ભૂમિ ભાળી
નથી એ દગાડી શુરવીરતા વાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *