અખંડ વરને વરી
By-Gujju09-05-2023
328 Views
અખંડ વરને વરી
By Gujju09-05-2023
328 Views
અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી.
ભવસાગરમાં મહાદુઃખ પામી, લખ ચોરાસી ફરી … સાહેલી હું.
સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી.
કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી … સાહેલી હું.
જનમ ધરીને સંતાપ વેઠ્યા, ઘરનો તે ધંધો કરી,
સંતજગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી … સાહેલી હું.
સદ્દગુરુની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, સંતોના ચરણે પડી … સાહેલી હું
– મીરાંબાઈ