અર્ધાંગિની Lyrics in Gujarati
By-Gujju09-04-2024
403 Views
અર્ધાંગિની Lyrics in Gujarati
By Gujju09-04-2024
403 Views
હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની
હો મારુ રક્ત ચાલે તારાથી તું રક્તવાહિની
હો મારી જાન મારુ જહાન પણ તું
મારો અર્થ મારો સમર્થ પણ તું
હો મારે આંચ રે આવે ને આંખ થાય એની ભીની
હો મારા શુભકાર્ય ની તું શરૂઆત
તને કરું હું મારા હૃદય ની રજૂઆત
હો અડધા માં આખું વાલી તું સમજી જા
તને કહેવું ના પડે મારે બીજું કઈ
હો દુઃખ ના દોરડે સુખ ના હિંડોળે હીચાવ્યા
વીતેલા વખતો અમે નથી વિસરાવ્યાં
હો બ્રમ્હાન્ડ ના નાથે આપડને ભેળા કર્યા
વેઠા જેટલા રેઢા અમને ના રાખ્યા
હો આખા ઘર ની ને મારી ચાવી તારા જોડે હો
તારી રજા વિના પાંદડું પણ ના હલે
એવી ગાંઠ વાળી છે અમે મનોમન માં
બંધાયેલા રહેશું તારા બંધન માં
હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની
હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની