Sunday, 12 January, 2025

Athdaya Kare Chhe Lyrics in Gujarati

185 Views
Share :
Athdaya Kare Chhe Lyrics in Gujarati

Athdaya Kare Chhe Lyrics in Gujarati

185 Views

તું મારી થાય એવી આશા
કે એવા દિલ ને દિલાસા
શું સાચા થાશે
ઓ ઓ

ખરે જો આભના સિતારા
તો જોઉં સપનાંઓ તારા
શું પૂરા થાશે
ઓ ઓ

જાદુ છે રહેવા દે
આજે તું કહેવા દે
કે કેટલું ચાહું તને
ઓ ઓ

અથડાયા કરે છે
મલકાયા કરે છે
કે બોલાવ્યા કરે છે
તું મને

દેખાયા કરે છે
સંભળાયા કરે છે
કે સમજાયા કરે છે
તું મને

કે તારા મૌનના અવાજો
બની ને પ્રેમનાં જહાજો
વહી જાશે

વીતી જે જાગતા ય રાતો
કહી નથી જે એવી વાતો
કહી જાશે

બેહોશી રહેવા દે
ઝરણું છે વહેવા દે
સમજાયું ક્યાં આ કોઈ ને
ઓ ઓ

અથડાયા કરૂં છું
મલકાયા કરૂં છું
કે બોલાવ્યા કરૂં છું
હું તને

દેખાયા કરૂં છું
સંભળાયા કરૂં છું
કે સમજાયા કરૂં છું
હું તને

હો હરખાયા કરૂં છું
શરમાયા કરૂં  છું
કે મહેકાવ્યા કરે છે
તું મને

તરસાવ્યા કરે છે
ભીંજાવ્યા કરે છે
કે યાદ આવ્યા કરે છે
તું મને

તું મને હું તને
કે તું મને હું તને
તું મને તું મને
હું તને તું મને

તું મને હું તને
તું મને હું તને
તું મને હું તને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *