બજરંગ દાસ બાપાના જીવન નો પ્રસંગ
By-Gujju16-01-2024
બજરંગ દાસ બાપાના જીવન નો પ્રસંગ
By Gujju16-01-2024
સંત ના જીવના ના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણહ ની વેદના વાંચી સકે એમ સંત માણહ ને નિર્માલ્ય ન બનાવી સકે પણ માણહ ને મરદાનગી ના રાહ ઉપર ચડાવે એનું નામ પણ સંત કેવાય સત્યઘટના નો પ્રસંગ છે ઈશરદન ગઢવી કે છે.
બખંડી દુનિયા આ બધી અને જેની બંડી મહિ સમાય પણ એવા
ગુણલા ગણ્યા નો જાય અરે રે ઇ તો બાપાય બજરંગ દાસ ના
બજરંગ દાસ બાપા ના જીવન નો એક સત્ય ઘટના નો પ્રસંગ છે માણહ ને નિર્માલ્ય ન બનાવે એનું નામ તો સંત કેવાય સંત ના જીવન માં સમર્પણ હોય ,એમના જીવન માં ત્યાગ હોય મરદાનગી ના માર્ગે હાલવાની જે માણહ ને સલાહ આપી એનું નામ તો સંત કેવાય,બજરંગ દાસ બાપુ ના જીવન નો એક સત્ય ઘટના નો પ્રસંગ છે
એક જુવાન બાપુ ની પાહે આવ્યો છે ,આવીને બજરંગ દાસ બાપુ ને વિનંતી કરે છે બાપુ મારા થી બે ત્રણ ખૂન થાય ગ્યાં છે સમાજ ને તો એની ખબર નથી બાપુ ,પોલિસ ના ચોપડે મારૂ નામ નથી બોલતું પણ હૈયા ઉપર થી હવે ખૂન નો ભાર હળવો નથી થતો બાપુ બીજાને તો ખબર નથી પણ પરમાત્મા અને મારૂ હૈયું જાણે છે બાપુ મે એવું હાંભળું છે કે સંત ના જીવન માં ,સંત ના ચરણ માં આવીને જો પોતાના પાપ ને જો પ્રગટ કરી દે તો ઇ પાપ ધોવાઈ જતાં હોય છે એટલા માટે બાપુ હું મુંબઈ થી ધોડો કરીને અહી ભાવનગર સુધી બગદાણા સુધી લાંબો થયો સુ બાપુ.
તે દિવસે બજરંગ દાસ બાપુ એ માથે હાથ ફેરવી ને એટલું જ કીધું હતું સિતા રામ ના ચરણ માં જે આવી ને બેહે ને એની માથે પાપ નથી રેતા પણ હવે સનમારગે હાલજે ,હવે કોઈ દી ખૂન કરિસ માં ,ખોટા રસ્તે ચડિસ માં તારા પાપ ધોવાઈ જાહે જા. જુવાને કીધું “બાપુ મારા પાપ ધોવાણા એની મને ખબર કેવી રીતે પડસે”
એ વખતે બજરંગ દાસ બાપા એ કાળો રૂમાલ જુવાન ને કાઢી ને આપ્યો અને કાળો રૂમાલ આપી ને એટલું કીધું કે આ રૂમાલ લઈ ને મુંબઈ વયો જા અને તારા ખિસ્સા માં આ રૂમાલ રાખજે અને આ રૂમાલ સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માંનજે કે તારા પાપ ધોવાઈ ગ્યાં છે જુવાન મુંબઈ ગ્યો અને મુંબઈ જઈ પોતાના નૌકરી ધંધા માં લાગી ગ્યો અને એક દિવસ ચોમાસા ની રાત છે.રાત નામની જનેતાએ પોતાના સંસાર રૂપી તારા ને આંખ માં આંજણ આજીને પોઢાડી દીધા છે આભ માં એકેય તારો દેખાતો નથી એમાં આ બજરંગ દાસ બાપુ નો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ મહાનનગરિ ના ફૂટપાથ ની માલિપા હાલયો જાય છે ને એમાં એક દીકરી ની ચીસ સંભડાની ,બચાવો નો અવાજ આયો
“વાર કરજો ધણી કોઈ હોતો ધણી એવો પ્રજાના સૂર નો થાજે ભેટો પછી
કાળજા વેરતો સાદ જ્યાં સાંભળે પછી કેમ બેહી રહે ઇ ક્ષત્રિય બેટો”
આ તો રાજપૂત નો જુવાન હતો દીકરી ચીસ જ્યાં કાને પડી ઇ દિશા માં એને દોટ મૂકી જોયું તો ચારપાંચ નરપિચાસ છે એ દીકરી ની આબરૂ લેવાનો પ્રયત્ન કરતાં તા ને જુવાન ની કમર ની માલિપા કટાર હતી ઇ કટાર બહાર નીકળી અને એક જણાં ની છાતી ની સોહરી નીકળી જઈ દીકરી ની આબરૂ તો બચી ગઈ પણ બજરંગદાસબાપા ને આપેલું વચન તૂટી ગયું.પછી તો જુવાન મુંબઈ થી ટ્રેન માં બેઠો છે ને ભાવનગર બગદાણા આયો છે બગદાણા આવીને બાપુ ને એટલું કીધું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહયી પણ મારાથી એક વધારે ખૂન થઈ ગયું સે તેદી બજરંગ બાપા “એ કીધું તું કે બેટા ખૂન કરવાનું કારણ સુ હતું “.
ત્યારે જુવાન કે છે પારકી બેન દીકરી ની ઇજ્જત લૂટવા વાળા નરપિચસો ને હું જોઈ ન સકયો બાપુ એક દીકરી ની આબરૂ બચાવા માટે મારી કટાર મ્યાન માઠી નિકરી ગઈ એનું મે ખૂન કરી નાખ્યું અને તે દી બગદાણા નો સંત બજરંગ દાસ બાવલીયો એમ કે છે બાપ હવે તારો ઓલો રૂમાલ કાઢ અને રૂમાલ કાઢ્યો ત્યાં તો રૂમાલ સંપૂર્ણ કાળા માથી સફેદ થઈ ગ્યો હતો દીકરીયો ની જે આબરૂ બચાવા માટે જે ખૂન કરે ને એને ઓલા કરેલા ખૂન ન પાપ ધોવાઈ જાય છે એનું નામ તો સંત કેવાય ભારત વર્ષ ના યુવાનો ને મરદાનગી ન માર્ગે ચડાવી એનું નામ તો સાધુ કેવાય સંત કેવાય આવી તો ઘણી ઘટના છે