Saturday, 27 July, 2024

Bal Kand Doha 24

104 Views
Share :
Bal Kand  							Doha 24

Bal Kand Doha 24

104 Views

रामचरित्र की महिमा
 
(चौपाई)
राम भगत हित नर तनु धारी । सहि संकट किए साधु सुखारी ॥
नामु सप्रेम जपत अनयासा । भगत होहिं मुद मंगल बासा ॥१॥
 
राम एक तापस तिय तारी । नाम कोटि खल कुमति सुधारी ॥
रिषि हित राम सुकेतुसुता की । सहित सेन सुत कीन्ह बिबाकी ॥२॥
 
सहित दोष दुख दास दुरासा । दलइ नामु जिमि रबि निसि नासा ॥
भंजेउ राम आपु भव चापू । भव भय भंजन नाम प्रतापू ॥३॥
 
दंडक बनु प्रभु कीन्ह सुहावन । जन मन अमित नाम किए पावन ॥ ।
निसिचर निकर दले रघुनंदन । नामु सकल कलि कलुष निकंदन ॥४॥
 
(दोहा)
सबरी गीध सुसेवकनि सुगति दीन्हि रघुनाथ ।
नाम उधारे अमित खल बेद बिदित गुन गाथ ॥ २४ ॥
 
રામચરિત્રનો મહિમા
 
ભક્તો માટે નરતનુ ધાર્યું, કષ્ટ સહીને સુખ વરસાવ્યું,
રામે વિપત્તિ અગણિત વેઠી સજ્જનના સંકટને ટાળ્યું;
 
ભક્તો પણ પ્રેમ સહિત નામ જપી બને મંગલ સુખધામ;
અનાયાસ આનંદ કરે, બીજાને પણ રંગ ધરે.
 
એક અહલ્યા તારી રામે, ધરી કોટિ ખલ સન્મતિ નામે;
વિશ્વામિત્ર યજ્ઞ રક્ષાર્થ સેના સહિત પુત્રનો નાશ
 
કરી તાટકાને મારી રામે પરાક્રમે ભારી.
સૂર્ય જેમ રજનીનો નાશ કરે તેમ દુઃખોનો નાશ
દુરાશા હણે ભક્તતણી નામ સદાયે સ્વયંપ્રકાશ.
*
તોડ્યું શિવનું રામે ચાપ ભવભયભંજન નામપ્રતાપ.
સુશોભિત કર્યું દંડકવન રામે પૂર્ણ કર્યું પાવન;
પરંતુ મહિમા નામનો જુઓ, અગણિત કીધાં પાવન મન.
 
રાક્ષસસેના રામે હણી, નામે સૌ કલિકલુષતણી
સેના હણી વિના હથિયાર, એનો પામે કોણ જ પાર ?
 
(દોહરો)       
શબરી તથા જટાયુશા ભક્તશ્રેષ્ઠને રામ
ઉત્તમ ગતિ આપી ગયા કરી અલૌકિક કામ.
 
કામ કિન્તુ ઉત્તમ અધિક નામતણું લાગે,
શઠ અસંખ્ય તાર્યા ભરી નામે નિજ રાગે.

 

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *