ભુજંગાસન
By-Gujju12-05-2023
356 Views
ભુજંગાસન
By Gujju12-05-2023
356 Views
ભુજંગાસન : ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો આકાર સર્પ જેવો થતો હોવાથી તેને ભુજંગાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત આ આસનને સર્પાસન પણ કહે છે.
મૂળ સ્થિતિ : પેટ પર તણાવમુક્ત સ્થિતિમાં એટલે કે ઊંધા સૂઈ જવું.
- સૌ પ્રથમ ઊંધા સૂઈ જાઓ.
- બન્ને હાથને કોણીમાંથી વાળી હથેળીને છાતીની બાજુ પર જમીન ઉપર ગોઠવો.
- હાથના આંગળાં આગળની તરફ અને બન્ને પગના પંજા પાછળની તરફ ખેંચાયેલા રાખો.
- બન્ને પગ ભેગા રાખો, કપાળ તથા દાઢી સામેની દિશામાં અને દાઢી જમીનને અડકેલી રાખવી.
- હવે હાથની હઠેળીના ટેકા વડે માથું ઉપર તરફ ઉઠાવો.
- ખભા તથા છાતીના ભાગને ઉપરની તરફ શ્વાસ લેતાં લેતાં લઈ જાઓ.
- નાભિને જમીન સાથે અડાડેલી રાખીને કરોડને શક્ય તેટલો પાછળ વળાંક આપો.
- શરૂઆતમાં 30 સેકન્ડ સુધી આ સ્થિતિમાં રહો.
- થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો.

- આ આસન ખૂબ જ ધીમેથી કરવું.
- જોર કરીને કે આંચકા મારીને કરોડ વાળવી નહિ.
- આ આસન કરતી વખતે એકદમ પાછળની તરફ ખુબ વળવું નહીં.
- ચહેરા કે પગના સ્નાયુઓને તાણપૂર્વક ન ખેંચો.
- જે કોઇ વ્યક્તિને પેટમાં દુખાવો હોય અથવા પીઠમાં વધારે પડતો દુખાવો હોય તેમને આ આસન કરવું નહીં.
- સગર્ભા સ્ત્રીઓએ આ આસન ન કરવું.

- પીઠના દુઃખાવામાં આ આસન ખૂબ જ લાભદાયી છે.
- પેટના અવયવો અને આંતરડાંને વ્યાયામ મળે છે.
- પેટના સ્નાયુઓ વધુ કાર્યક્ષમ બને છે.
- આંતરડા અને ફેફ્સાને મજબૂત કરે છે.
- જ્ઞાનતંતુનું સ્વાસ્થ્ય વધારે છે.
- કરોડ વધુ સ્થિતિસ્થાપક બને છે.
- કબજિયાત દૂર થાય છે અને શરીર સુડોળ બને છે.
- છાતી, ખભા, ગરદન અને માથાના ભાગોના વિકાસ માટે આ આસન ખૂબ જ લાભદાયી છે.
- આ આસનથી લોહિનું પરિભ્રમણ સુધરતાં મૂત્રપિંડની કાર્યક્ષમતા વધે છે.
- જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય તો આ આસનથી અટકે છે.
- શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે.
- બહેનોને માસિક સંબંધી ફરિયાદો દૂર થાય છે.
- આ આસનથી અતિ શ્રમ અને થાકને કારણે થતો બરડાનો દુખાવામાં રાહત મળે છે.
- મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે.
- કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.
- થાક અને તણાવ ઓછા કરે છે.
- આ આસનથી પેટની ચરબી ઓછી થાય છે.