Saturday, 27 July, 2024

Chapter 10, Verse 11-15

113 Views
Share :
Chapter 10, Verse 11-15

Chapter 10, Verse 11-15

113 Views

तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥१०-११॥

એમના ઉપર અનુકંપા કરીને એમના અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને હું જ્ઞાનના પરમપ્રકાશવાન પ્રદીપને પ્રકટાવીને દૂર કરૂં છું.

tesam eva anukampartham aham agyanajam tamah
nashayami atmabhavasthah gyanadipena bhasvata

દયા કરીને જ્ઞાનનો દીપ બનું છું હું,
રહી હૃદયમાં તેમનું અજ્ઞાન હરું છું.
*
अर्जुन उवाच
અર્જુન કહે છે
Arjuna uvacha

परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥१०-१२॥

તમે પરબ્રહ્મ પરમાત્મા છો, પરમધામ છો. પરમ પવિત્ર છો. સનાતન દિવ્ય પુરુષ છો. દેવોના દેવ છો. આદિ છો. વિરાટ છો.

param brahma param dham pavitram parmam bhavan
purusham shashvatam divyam adidenam ajam vibhum

સર્વે ઋષિમુનિ, દેવર્ષિ નારદ તમને તેવી રીતે જ વર્ણવે છે. અસિત, દેવલ અને વ્યાસ એવું કહે છે, અને તમે પોતે પણ એવું જ કહી રહ્યા છો.

ahuh tvam rishayah sarve devarshih naradah tatha
asitah devalah vyasah svayan cha eva bravishi me

નારદ તેમજ વ્યાસને સંત કહે છે એમ,
અસિત વ્યાસ દેવલ વળી તમે કહો છો તેમ.
*
सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव ।
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवाः ॥१०-१४॥

હે કેશવ, તમે જે કાંઈ કહો છો તે સઘળું હું સાચું માનું છું. તમારા દિવ્ય સ્વરૂપના મહિમાને દેવો તથા દાનવો પણ નથી જાણતા.

sarvam etat ritam manye yat mam vadasi keshava
na hite bhagavan vyaktim viduh devah na denavah

સાચું માનું છું તમે કહો તે બધું હું,
દેવ તેમ દાનવ પ્રભો, તમને જાણે શું
*
स्वयमेवात्मनात्मानं वेत्थ त्वं पुरुषोत्तम ।
भूतभावन भूतेश देवदेव जगत्पते ॥१०-१५॥

તમારા મહિમાને સંપૂર્ણપણે અને વાસ્તવિક રીતે કેવળ તમે જ જાણો છો. તમે પુરુષોત્તમ, ભૂતેશ, ભૂતભાવન, દેવોના દેવ, જગદીશ્વર છો.

svayam eva atmana atmanam vetath tvam purushottam
bhutabhavan bhutesh denadeva jagatapate.

તમે જ જાણો છો ખરે પૂર્ણ તમારું રૂપ,
દેવદેવ ભૂતેશ હે, જગતનાથ જગભૂપ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *