Sunday, 22 December, 2024

માલદીવ v/s લક્ષદ્વીપ માટે સંપૂર્ણ ટૂર પ્લાનિંગ ગાઇડ

242 Views
Share :
માલદીવ લક્ષદ્વીપ ટૂર પ્લાનિંગ ગાઇડ

માલદીવ v/s લક્ષદ્વીપ માટે સંપૂર્ણ ટૂર પ્લાનિંગ ગાઇડ

242 Views

ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છેલ્લા ત્રણ દિવસથી ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલું નામ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં લોકો લક્ષદ્વીપ વિશે શોધ કરી રહ્યા છે અને તેના વિશે માહિતી શોધી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, આવું કેમ થયું? આખરે એવું તો શું થયું કે દરેક અખબાર, ટીવી, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપ ટ્રેન્ડ કરી રહ્યું છે.

લક્ષદ્વીપની સાથે પર્યટન માટે પ્રખ્યાત ટાપુ માલદીવનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. 4 જાન્યુઆરી, 2023 ના રોજ, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી અને ત્યાંથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અદ્ભુત તસવીરો શેર કરી. તેમણે એવા લોકોને મેસેજ આપ્યો કે, જેઓ સાહસના શોખીન છે તેમની યાદીમાં લક્ષદ્વીપનો સમાવેશ કરે.

લક્ષદ્વીપ માટે બજેટ

લક્ષદ્વીપ એક સુંદર જગ્યા પૈકીની એક ગણવામાં આવે છે. જો તમને બીચ પસંદ હોય તો તમારે ચોક્કસ પણે લક્ષદ્વીપની ખૂબસુરતી, શાંત અને સુંદર બીચ વિશે ખબર હોવી જોઈએ.  આ સાથે તમે ચોખ્ખુ પાણી, રેત, બીચ અને ગ્રીન નેચર સાથે સાથે અહીં એડવેન્ચર સ્પોર્ટસની પણ મજા લઈ શકો છો.

લક્ષદ્વીપ જવા માટે ભાડાની વાત કરીએ તો તમે દિલ્હીથી અગત્તી એરપોર્ટ માટે ડાયરેક્ટ ફ્લાઈટ લઈ શકો છો. તેના માટે તમારે વિમાનમાં એક સાઈડનું ભાડુ આશરે 10 હજાર રુપિયા આસપાસ થાય છે. એટલે કે એર મુસાફરીની વાત કરીએ તો માલદીવ અને લક્ષદ્વીપ બન્ને માટે ભાડામાં વધારે ફરક નથી. 

અમદાવાદ થી લક્ષદ્વીપ

તમને જણાવી દઈએ તો, અમદાવાદથી લક્ષદ્વીપ જવું હોય તો, અહીંથી તમે ટ્રેનમાં સ્લીપર કોચમાં કોચ્ચી સુધીની મુસાફરી કરો તો ભાડુ 770 રૂપિયા છે, કોચ્ચીથી તમે ક્રૂઝમાં 2500 રૂપિયાથી લઈ 7000 સુધીના ભાડામાં લક્ષદ્વીપ પહોંચી શકો છો (આ ખર્ચ પર પર્સનનો છે પહોંચવાનો).

ત્યાં જઈ તમે હોટલ ખર્ચ અને ખાવા પીવાનો ખર્ચ આમાં ઉમેરો તો 50000 થી 60000ના ખર્ચમાં એક કપલ જઈ આરામથી ચાર દિવસ રહી શકે છે.

માલદીવ માટે બજેટ

માલદીવ જવા માટે સૌથી પહેલા તમારે ટિકિટ બુક કરાવવી પડશે. અને જો તમે 4-6 મહિના પહેલા ટિકિટ બુક કરાવો છો અથવા એપ્રિલથી જૂન વચ્ચેની સીઝનમાં જાઓ છો, તો તમને 9 થી 12 હજાર રૂપિયાની વચ્ચેની વન-વે ટિકિટ સરળતાથી મળી જશે.

એટલે કે ટેક્સ અને કુલ રાઉન્ડ ભાડા સાથે તમે 25000 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ ખરીદી શકો છો. ધ્યાનમાં રાખો કે માલદીવ જવા માટે વિઝાની જરૂર નથી કારણ કે, ત્યાં ભારતીયો માટે વિઝા ઓન અરાઈવલની સુવિધા છે.

માલદીવમાં જતી વખતે, જો તમે 4 રાત માટે બીચ રિસોર્ટ બુક કરો છો, તો બજેટ 30,000 થી 40,000 રૂપિયાની આસપાસ શરૂ થાય છે. તમે લક્ઝરી રિસોર્ટ માટે પણ વધુ પૈસા ખર્ચી શકો છો. ધ્યાનમાં રાખો કે, અગાઉથી બુકિંગ કરીને, તમે સારો સોદો કરી શકો છો અને રિસોર્ટ અથવા હોટેલની કિંમત ઘટાડી શકો છો.

ધ્યાનમાં રાખો કે, બીચ પર તમારા મનપસંદ રિસોર્ટ સુધી પહોંચવા માટે, તમારે સ્પીડબોટ અથવા સી પ્લેનની જરૂર પડશે. આ માટે તમારે 10 થી 20000 રૂપિયાની જરૂર પડી શકે છે. જો તમે ઈચ્છો તો માલદીવ સરકારના પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ લાભ લઈ શકો છો.

તમને જણાવી દઈએ કે, આ એક અંદાજિત ખર્ચ છે અને તમારી સગવડ અને જરૂરિયાતોને આધારે બદલાઈ શકે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *