Friday, 13 September, 2024

વ્હાલી દીકરી યોજના

213 Views
Share :
વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના

213 Views

શું લાભ મળશે?

  • દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે ૩.૪૦૦૦/-ની સહાય.
  • દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
  • દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
  • દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.

લાભ લેવા માટે પાત્રતા

  • તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
  • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

લાભ મેળવવા માટે જરૂરી પુરાવા

  • દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
  • દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
  • દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
  • દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ) દીકરી નો જન્મ દાખલો
  • દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડયાનું પ્રમાણપત્ર દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
  • વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું

યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.

યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક

https://drive.google.com/file/d/1jp8osVkebbQA8P6DO-gAxBrwy3vrQcwx/view?usp=sharing

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *