દહીં ના ફાયદા
By-Gujju19-12-2023
દહીં ના ફાયદા
By Gujju19-12-2023
દરેક ઘર ની અંદર દહીં નો ઉપયોગ થતો હોય છે પરંતુ આપણે તેની અંદર રહેલ પોષક તત્વો વિષે જાણતા નથી . તેની અંદર કેલ્સિયમ, પ્રોટીન, વિટામીન હોય છે. દૂધ કરતા દહીં શરીર ને ખુબજ ફાયદો કરે છે દહીં ની અંદર કેલ્સયમ, પ્રોટીન, લેક્તોઝ, આયરન, ફોસ્ફરસ હોય જે આપણી Health માટે લાભદાઈ છે તો ચાલો જાણીએ.
દહીં ના ફાયદા
દહીં ની અંદર કેલ્શિયમ ભરપુર માત્રામાં મળી રહે છે જે આપણા હાડકા માટે ફાયદાકારક છે તેમજ આપણા દાંત પણ મજબુત થાય છે તે Osteoporosis નામની બીમારી માં પણ ખુબજ ફાયદો કરે છે.
પેટ માટે દહીં ખુબજ ફાયદાકારક છે તેની અંદર અજમો ઉમેરી પીવા થી કબજિયાત ની સમસ્યા દુર થાય છે.
દહીં ના ફાયદા લુ થી બચવામાટે પણ દહીં નો ઉપયોગ કરવામાં આવે છે જો તમને લુ લાગી હોય તો દહીં પીવું જોઈએ
આપણી રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે દહીં ખાવું જોઈએ. શરીર ને ઉર્જા આપે છે. પાચનશક્તિ વધારે છે. શરીર માં વાત્ત નું સંતુલન બનાવી રાખે છે. અને નબળાઈ દુર કરે છે.
આયુર્વેદમાં કહ્યા પ્રમાણે ગાયના દૂધમાંથી બનાવેલું દહીં શક્તિવર્ધક, ઠંડુ, પૌષ્ટિક, પાચક અને કફનાશક હોય છે. માખણ કાઢેલું દહીં હલકું, ભૂખ વધારનાર, વાત્કારક અને ઝાડા રોકનાર હોય છે.
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન અ વિટામીન B6, વિટામીન-B12, વિટામીન D, ઝીંક, મેગ્નેશિયમ, સેલેનીયમ, જેવા પોષક તત્વો હોય છે.
દહીં વાળ માટે એક ઉત્તમ કન્ડિશનર છે. વાળા મૂળ માં દહીં લગાવી અને ૧૫-૨૦ મિનીટ પછી ધોઈ લેવા. વાળમાં રહેલો ખોળો, ડ્રાયનેસ વગેરે સમસ્યા દુર થાય છે.
દહીંમાં બેસન નો લોટ મિક્સ કરીને લગાવવાથી વાળ ખરતા બંધ થઇ જાય છે. કાળી મુલતાની માટી દહીંમાં મિક્સ કરીને લગાવવાથી તે શેમ્પુ જેવું કામ કરે છે. અને વાળ ને ખરતા અટકાવે છે.
દહીંમાં ચણા નો લોટ, ચંદન પાવડર, અને થોડીક હળદર નાખી મિક્સ કરીને તે પેક ચહેરા પર લગાવવાથી ચહેરો ખુબ જ મુલાયમ, અને ચમકીલો બની જાય છે.
તૈલીય ત્વચા માટે દહીંમાં મધ નાખી મિલાવીને ચહેરા પર લગાવવાથી ચહેરામાં રહેલું વધારાનું તેલ ને શોષી લે છે. કરચલીઓ દુર થાય છે.
ચહેરા પર નાની નાની ફોદ્લિઓઅ અને સફેદ નાના નાના દાણા જેવું થઇ જાય ત્યારે ખાતું દહીં લગાવવું.
દહીંમાં મધ અને બાદમ નું તેલ મિક્સ કરીને ચહેરા અને ત્વચા પર લગાવી ૨૦ મિનીટ સુધી રહેવા દઈને નવશેકા પાણી વડે ધોઈ લો. આનાથી ચહેરા પરના દેસ સેલ્સ નીકળી જાય છે અને ચેરા અને ત્વચા માં અલગ જ નીખર આવી જશે.
સંતરાની છાલ ને સુકવી, પીસીને દહીસાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.
ગુલાબજળ અને હળદર દહીં સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી સ્કીન મુલાયમ બને છે અને ચમક આવે છે.
દહીં ના ફાયદા ઉનાળામાં સનબર્ન થવાની સમસ્યા થઇ જાય છે ત્યારે દહીં થી ચહેરા પર માલીશ કરવાથી ફાયદો થાય છે.
પેટ માટે દહીં અમૃત સમાન માનવામાં આવે છે. આતરડા અને પેટની ગરમીને દુર કરે છે અને પાચનતંત્ર ને મજબુત બનાવે છે. કબજિયાત, ગેસ જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
દહીંમાં મળી રહેતા બેક્ટેરિયા આતરડા ને સ્વસ્થ રાખે છે, પાચનશક્તિ તેજ બનાવે છે અને ભૂખ વધારે છે.
દહીંનો ઉપયોગ હૃદય રોગમાં, હાઈબ્લડ પ્રેશર, કિડનીની બીમારી, ડાયાબીટીશ વગેરે જેવી સમસ્યામાં ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે.
દહીં ખાવાના ફાયદા
દહીં નું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે. કબજીયાત, હરસ ના ઉપચાર માટે છાશ માં અજમો મિલાવીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે.
મોઢામાં ચાંદા પડ્યા હોય તો દહીંમાં મધ નાખીને લગાવવાથી ચાંદા ટી જાય છે.
ઘણી વ્યક્તિઓને સુધ પચતું નથી તો તેઓ દહીં ખાઈ શકે છે. દહીં ઝડપ થી પછી જાય છે.
દહીં ખાવાના ફાયદા દહીંને ખાવાથી આપણા શરીરમાં સફેદ રક્તકણ વધે છે. જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
દહીં પીવાથી પાચન ક્ષમતા વધે છે અને ભૂખ પણ સારી લાગે છે
સરદી ઉધરસ ને કારણે જો શ્વાસ નળી માં ઇન્ફેકશન થાય તો તેનાથી બચવા દહીં નો પ્રયોગ કરવો જોઈએ
મોઢામાં જો છાલા પડ્યા હોય તો ઘરેલું ઉપચાર તરીકે દહીં ના કોગળા કરવાથી છાલા મટી જાય છે
જો દહીં નું રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે હ્રદય ની અંદર થતું કોરોનરી આર્ટરી રોગ થી બચવા માં મદદ કરે છે તેમજ તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે.
મોઢા પર દહીં લગાડવા થી ચામડી મુલાયમ થાય છે અને તેમાં ગ્લો આવે છે તેનાથી જો મસાજ કરવામ આવે તો તે બ્લીચ જેવું કામ કરે છે તેમજ તમે વાળ ની અંદર કંડીશનર તરીકે પણ કરી શકો છો.
ગરમીમાં જો ચામડી પર સનબર્ન થયું હોય તો દહીં લગાડવું જોઈએ તેંથી સનબર્ન એ ટેન માં આરામ મળે છે.
ગરમી ના સમય દહીં અને તેનાથી બનેલ છાસ નનું રોજ સેવન ખુબ જ કરવું જોઈએ કેમકે તે આપણા પેટ ની ગરમી ને શાંત કરે છે.
દહીં ખાવાના ફાયદા અને દહીં નો ઉપયોગ
આગથી દાઝી ગયા પર દહી નો ઉપયોગ :-
આગથી બળી જઈએ ત્યારે દહીં નો ઉપયોગ કરવો ખુબ જ ફાયદેમંદ સાબિત થઇ શકે છે. બરગદ ના ઝાડ ના કોમળ પાંદડા લઈને તેને દહીં સાથે પીસીને બળેલા ભાગ પર લગાવવાથી ઘાવ ભરાઈ જાય છે અને જલ્દી રૂઝ આવે છે.
હોઠ ને ગુલાબી બનાવવા માટે દહીં નો ઉપયોગ કરો :-
દહીને ચેરા પર લગાવવાની સાથેસાથે હોઠ પર પણ લગાવી શકાય છે. દહીંમાં થોડી કેસર નાખીને હોઠ પર અમુક મીનીટો માટે લગાવી રાખવું. એકલું દહીં પણ લગાવી શકાય છે.
દાદર મા દહીં નો ઉપયોગ
શરીર પર દાદર ખજ કે ખુજલી થઇ હોય ત્યારે દહીં લગાવી શકાય છે. દહીંમાં બોર ના પાંદડા પીસીને દાદર પર લગાવવું. ફક્ત દહીં પણ લગાવી શકો છો.
હાથ અને પગ ના તળિયે બળતરા માં દહીંનો ઉપયોગ
હાથ અને પગ ના તળિયે બળતરા થતી હોય તો દહીં લઈને તેને તળિયે માલીશ કરવાથી ખુબ જ લાભ થાય છે.
ત્વચા નો રંગ નિખારવામાં દહીં નો ઉપયોગ
ત્વચા નો રંગ નિખારવા માટે ત્વચા ને ચમકીલી બનાવવા માટે દહીં અને દૂધ એક સર્વોત્તમ વસ્તુ છે. ચણા ના લોટમાં થોડું દહીં મિલાવીને લગાવવાથી ત્વચા ખુબ જ મુલાયમ થાય છે.
નાકમાંથી લોહી નીકળવું/ નાકોડી ફૂટવી સમસ્યામાં દહીંનો ઉપયોગ :-
નાકોડી ફૂટવાની સમસ્યા ગરમીમાં વધારે થતી હોય છે. દહીંની લસ્સી બનાવીને પીવાથી ખુબ જ લાભ થાય છે. દહીંમાં ૨-૩ મરીનો ભુક્કો કરીને નાખીને દહીં ખાવાથી પણ લાભ થાય છે.
પેટના કૃમીઓનો નાશ કરવામાં દહીં નો ઉપયોગ
પેટમાં કૃમીઓ થઇ જવાને કારણે ભૂખ ઓછી લાગે છે અથવાતો પેત્માંગેસ થઇ જાય છે, પેટ દુખ્યા કરે છે વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે તેવામાં તાજા દહીંમાં થોડુક મધ નાખીને દહીં સવાર-સાંજ ખાવાથી ખુબ જ લાભ થાય છે.
વધારે પડતી તરસ લાગવી :-
ઘણી વ્યક્તિઓને જરૂરીયાત કાતર વધારે જ પાણીની તરસ લગતી હોય છે. તેના ઉપાય સ્વરૂપે દહીંમાં ગોળ નાખીને ખાવાથી ખુબ જ ફાયદો થાય છે.
ઝાડા થયા હોય તો દહીં છે અકસીર ઇલાઝ :-
ઝાડા માં દહીં ખાવું ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે. દહીં સાથે ૧-૨ કેળા ખાઈ લેવી. આનાથી ઝાડો બંધાઈ જાય છે અને મટી જાય છે.
મોઢાના ચાંદા માં ખુબ જ ફાયદેમંદ :-
મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યારે દહીં ખાવું જોઈએ. અને દરરોજ સવાર-સાંજ દહીને છાલા પર લગાવવું જોઈએ. અવશ્ય ફાયદો થાય છે.
અપચામાં દહીંનો ઉપયોગ
અપચો થયો હોય ત્યારે દહીં ખાવું ખુબ જ સારું છે. દહીંમાં પીસેલા જુરું નાખીને તે દહીં ખાઈ જવું. સાથે સાથે તેમાં કળા મરીનો ભુક્કો, સિંધા નમક પણ નાખવું.
ત્વચા, વાળ અને સ્વસ્થ માટે દહીં ખાવાનાં ફાયદાઓ :-
દહીંમાં દુધથી પણ વધારે કેલ્શિયમ હોય છે. દહીં આરામથી પછી પણ જાય છે. શરીરમાં કેલ્શિયમ ની કમી હોય તેવા વ્યક્તિઓએ દહીં અવશ્ય ખાવું જોઈએ. હાડકા, દાંત, નાક વગેરેના વિકાસ માટે દહીં ખુબ જ જરૂરી છે.