Wednesday, 20 November, 2024

દહીં વડા નો મસાલો બનાવવાની Recipe

145 Views
Share :
દહીં વડા નો મસાલો બનાવવાની Recipe

દહીં વડા નો મસાલો બનાવવાની Recipe

145 Views

નમસ્તે મિત્રો આજે આપણે દહીં વડા નો મસાલો બનાવવાની રીત – dahi vada no masalo banavani rit શીખીશું. આ મસાલો દહીંવડા સિવાય પણ બીજી ઘણા ચાર્ટ માં છાંટી ને ચાર્ટ ની મજા લઇ શકો છો, તેમજ છાસ ના મસાલા તરીકે પણ વાપરી શકો છો અને ડ્રાય આલું ના શાક બનાવવા માં પણ વાપરી શકો છો તો ચાલો આજે આપણે દહીંવડા નો મસાલો બનાવવાની રીત – dahi vada masala recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દહીં વડા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 3 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • અજમો  1 ચમચી
  • સૂકા ફુદીના પડદાં 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો 2 ચમચી
  • સંચળ 2 ચમચી
  • મીઠું 1 ચમચી

દહીં વડા નો મસાલો બનાવવાની રીત

દહીં વડા નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં સાફ કરેલ જીરું અને સાફ કરેલ અજમો અને સાફ કરેલ આખા ધાણા નાખી ધીમા તાપે હલાવતા રહો ને સુંગધ આવવા લાગે અથવા લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહો.

બે ચાર મિનિટ પછી બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સૂકા ફુદીના ના પાંદડા, લાલ મરચાનો પાઉડર,  મરી પાઉડર, ચાર્ટ મસાલો, સંચળ અને મીઠું નાખી ને મિક્સ કરી ગરમ કડાઈ માં જ બધી સામગ્રી ને હલાવી ને થોડી શેકી લ્યો.

હવે બધા મસાલા ને બિલકુલ ઠંડા થઇ જવા દયો મસાલા ઠંડા થાય પછી ખંડણી ધાસ્તા થી ફૂટી લ્યો અથવા તો મિક્સર જાર માં નાખી ને દરદરા પીસી લ્યો ને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે જરૂર પડે ત્યારે વાપરો દહીંવડા મસાલા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *