Tuesday, 12 November, 2024

Dashamaa Das Avtaar Vali Lyrics in Gujarati

150 Views
Share :
Dashamaa Das Avtaar Vali Lyrics in Gujarati

Dashamaa Das Avtaar Vali Lyrics in Gujarati

150 Views

હે મારા માડી રે તું દસ-દસ અવતાર વાળી
હે મારા માડી રે તું દસ-દસ અવતાર વાળી
હે તારૂં નામ છે દશામાંડી
હે તારૂં નામ છે દશામાંડી

હે મારા માડી રે તું તો મીનાવાડા ધામ વસનારી
હે શારદા કુંવરને કોઠે રમાનારી
માં શારદા કુંવરને કોઠે રમાનારી

હે અષાડી અમાસના દાડા રે આયા
હો અષાડી અમાસના દાડા રે આયા
ભક્તોના હૈયે હરખ આયા

હે ગામે ગામે રે સતના દિવા તારા બળે
હે એતો પ્રગટ પરચા પુરે
માં એતો પ્રગટ પરચા પુરે

હે મારા માડી રે તું દસ-દસ અવતાર વાળી
હે તારૂં નામ છે દશામાંડી
હે તારૂં નામ છે દશામાંડી

હો દેવી દશામાંના વ્રત જે કરશે
એના દશામાં દુઃખડા રે હરશે
હો કંકુ શ્રીફળને માંને ચુંદડી ધરશે
એની મનોકામના પુરી માં કરશે

હે ચારે કોર દશામાંના ડંકા રે વાગે
ચારે કોર દશામાંના ડંકા રે વાગે
હાદ સાંભળી ભૂત પલીત રે ભાગે

હે મારા માડી રે તું તો કડીના કાંગરે વસનારી
હે હીરાબાના કોઠે રમાનારી
માં હીરાબાના કોઠે રમાનારી

હે મારા માડી રે તું દસ-દસ અવતાર વાળી
હે તારૂં નામ છે દશામાંડી
હે તારૂં નામ છે દશામાંડી

હે માં તારી ભક્તિનો રંગ જીવનથી જાય ના
કદી ખોટું કોઈનું મારાથી રે થાય ના
હો આ જનમે મળ્યા એવા જનમો-જનમ મળજો
હાચા માવતર થઈ અમને હંભાળજો

હે છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર થાય નઈ
છોરૂ કછોરૂ થાય માવતર કમાવતર થાય નઈ
દશામાંના પાળેથી પાછું કોઈ જાય નઈ

હે મારા માડી રે તું તો કચ્છ વગાડ મોરાગઢ વાળી
હે તને નમન કરે છે નર-નારી
માં તને નમન કરે છે નર-નારી

હે મારા માડી રે તું દસ-દસ અવતાર વાળી
હે તારૂં નામ છે દશામાંડી
હો તારૂં નામ છે દશામાંડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *