Sunday, 22 December, 2024

Ganesh Paate Besadiya Lyrics in Gujarati

218 Views
Share :
Ganesh Paate Besadiya Lyrics in Gujarati

Ganesh Paate Besadiya Lyrics in Gujarati

218 Views

ગણેશ પાટ બેસાડીયા, ભલા નીપજે પકવાન,
સગા-સંબંધી તેડીએ, જો પૂજયા હોય મોરાર
જેને તે આંગણ પીપળો, તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે પૂજીએ, જો પૂજયા હોય મોરાર,
ગણેશ પાટ બેસાડીયા….
 
જેને તે આંગણ ગાવડી, તેનો તે ધન્ય અવતાર
સાંજ સવારે દોહવા દે,જો પૂજયા હો મોરાર.
જેને તે પેટે કુંવરી, તેનો તે ધન્ય અવતાર
સાચવેલ ધન વાપરે,જો પૂજયા હોય મોરાર.
ગણેશ પાટ બેસાડીયા….
 
જેને તે પેટે દિકરો,તેનો તે ધન્ય અવતાર                
વહુવારૂ પાયે પડે જો પૂજ્યા હો મોરાર.
રાતો ચૂડો તે રંગભર્યો કોરો તે કમખો હાર                 
ઘરચોળે ઘડ ભાંગીએ  જો પૂજ્યા હોય મોરાર
ગણેશ પાટ બેસાડીયા….

કાંઠા તે ઘઉંની રોટલી માંહે ઢાળિયો કંસાર                    
ભેગા બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર
ગણેશ પાટ બેસાડીયા ભલા નીપજે પકવાન                   
સગા સંબંધીને તેડીએ જો પૂજ્યા હોય મોરાર
ગણેશ પાટ બેસાડીયા….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *