Sunday, 22 December, 2024

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની Recipe

142 Views
Share :
ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની Recipe

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની Recipe

142 Views

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત – Ghau na lot na Biscuit banavani rit શીખીશું, આને ઘઉં ના લોટ ની મઠરી પણ કહી શકાય. આજે આપણે વગર બેક કરીએ ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવીશું. એકદમ ખસ્તા અને ટેસ્ટી બને છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે. એક વાર બનાવ્યા પછી તમે આ બિસ્કીટ ને પંદર દિવસ સુધી સ્ટોર કરી ને પણ રાખી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવતા શીખીએ.

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ૧/૨ કપ
  • સોજી ૧/૪ કપ
  • દૂધ ૧/૨ કપ
  • ઘી ૩ ચમચી
  • એલચી ની પાવડર ૧/૨ ચમચી
  • મીઠું ૧ ચપટી
  • ઘઉં નો લોટ ૨ કપ
  • સફેદ તલ ૨ ચમચી

ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત

ઘઉં ના બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલા એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ખાંડ અને સોજી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક મોટા બાઉલમાં માં કાઢી લ્યો.

હવે તે બાઉલમાં દૂધ નાખો. હવે તેને  વિસ્ક ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર પછી તેમાં એલચી નો પાવડર અને એક ચપટી મીઠું નાખો. હવે ફરી થી તેને મિક્સ કરી લ્યો.

હવે તેમાં સફેદ તલ અને ઘઉં નો લોટ નાખી. સરસ થી લોટ ને ગુંથી લ્યો. લોટ ટાઈટ ગુંથવો. જેથી બિસ્કીટ સરસ થી તૈયાર થઈ શકે. ત્યાર બાદ ગૂંથેલા લોટ પર તેલ લગાવી તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ રેસ્ટ કરવા દયો.

ત્યારબાદ  પાંચ થી સાત મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે બે હાથ ની મદદ થી તેનો એક લાંબો રોલ બનાવી લ્યો. ત્યાર પછી અને પાટલા ઉપર રાખી હાથ થી થોડું પ્રેસ કરી ને ચપટું કરી લ્યો. એક ઇંચ જેટલી થીકનેસ રહે એટલું ચપટું કરી લેવું.

ત્યાર બાદ ચાકુ ની મદદ થી વચ્ચે એક કટ લગાવી લ્યો. આ રીતે તેના બે ભાગ કરી દયો. હવે એક ભાગ ને સાઈડ પર રાખો. હવે એક ભાગ ને પાટલા ઉપર સરસ થી રાખી ને ચાકુ ની મદદ થી ક્રોસ માં કટ લગાવતા જાવ. ત્યાર બાદ તે બધા પીસ ને એક પ્લેટ માં રાખી લ્યો. આ રીતે બીજા ભાગ ના પણ પીસ કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પીસ કરી ને રાખેલા બિસ્કીટ ને તેમાં નાખો. હવે તેને ધીમા તાપે બને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા જ બિસ્કીટ તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે ઘઉં ના લોટ ના બિસ્કીટ. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી ને રાખી શકો છો. અને સાંજ ન સમયે ચાય સાથે કે ક્યારે પણ હરતા ફરતા ઘઉં ના લોટ ના બિસ્કીટ ખાવાનો આનંદ માણી શકો છો.

Ghau na lot na Biscuit recipe notes

  • આ બિસ્કીટ ને લાંબા સમય માટે સ્ટોર કરી ને રાખવા હોય તો દૂધ ની જગ્યા એ પાણી નો ઉપયોગ કરવો.
  • આ બિસ્કીટ ના મિશ્રણ માં તમે નારિયલ નો ચૂરો પણ નાખી શકો છો.
  • ઘી  ની જગ્યા એ તમે તેલ કા તો બજાર માં મળતું વનસ્પતિ ઘી નો પણ ઉપયોગ કરી શકો છો.
  • આ બિસ્કીટ ને તમને તળવા ની જગ્યા એ બેક કરવું હોય તો અડધા કપ ઘી ની જગ્યા એ એક કપ ઘી અને અડધી ચમચી બેકિંગ પાઉડર નાખવો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *