Sunday, 22 December, 2024

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની Recipe

372 Views
Share :
ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની Recipe

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની Recipe

372 Views

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત – Ghau na lot ni aalu masala puri banavani rit શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. સવારના નાસ્તામાં એક વાર ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી જરૂર બનાવો. એક વાર બનાવ્યા પછી બીજી વાર જરૂર બનાવશો. ઉપર થી ખસ્તા અને અંદર થી એકદમ સોફ્ટ અને નરમ બને છે. તો ચાલો આજે આપણે ઘરે ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવતા શીખીએ.

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા ૩
  • ઘઉં નો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • જીરું પાવડર ૧/૨ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • ધાણા પાવડર ૧ ચમચી
  • અજમો ૧/૨ ચમચી
  • લાલ મરચું પાવડર ૧ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં ૨-૩
  • આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
  • સુગર પાવડર ૧/૨ ચમચી
  • તળવા માટે તેલ

ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી બનાવવાની રીત

ઘઉં ના લોટ ની આલુ મસાલા પૂરી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ને ગ્રેટ કરી ને નાખો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, અજમો, જીરું પાવડર, ધાણા પાઉડર, લાલ મરચું પાવડર, આદુ લસણની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

હવે તેમાં એક ચમચી જેટલું તેલ અને સુગર પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો અને સરસ થી ટાઈટ લોટ બાંધી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને વીસ મિનિટ રેસ્ટ કરવા માટે રેહવા દયો.

ત્યારબાદ  વીસ મિનિટ પછી ગૂંથેલા લોટ માં એક ચમચી જેટલું તેલ નાખો અને ફરી થી લોટ ને મસળી ને ગુંથી લ્યો. હવે તેમાં થી નાના નાના લુવા બનાવી લ્યો. ત્યાર બાદ તેમાંથી એક લુવો લ્યો. તેમાં થોડું તેલ લગાવી ને સરસ થી પૂરી વણી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આ રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આ રીતે બધી પૂરી તળી લ્યો.

હવે તૈયાર છે ઘઉં ના લોટ ની ટેસ્ટી આલું મસાલા પૂરી. હવે તેને સોસ કે ચટણી કે ચાય સાથે સર્વ કરો. અને ગરમા ગરમ ઘઉં ના લોટ ની આલું મસાલા પૂરી ખાવા નો આનંદ માણો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *