Friday, 27 December, 2024

ગુરુ નાનક જયંતિ

229 Views
Share :
ગુરુ નાનક જયંતિ

ગુરુ નાનક જયંતિ

229 Views

વિવિધતામાં એકતા એવા આ ભારત દેશમાં જુદા જુદા ધર્મો જેવા કે હિન્દુ, મુસ્લિમ, શીખ ,ઇશાઈ , પારસી વગેરે ધર્મ ના લોકો આપણાં દેશમાં વસેછે. જેમાં શીખ ધર્મના ગુરુ નાનક નો જન્મ કારતક સુદ પુનમ સવંત ૧૫૨૬, ઈસ્વીશન ૧૪૬૯ ની ૧૫ મી નવેમ્બર ના રોજ તલવંડી ગામ માં થયો હતો, આજે એ ગામ પાકિસ્તાન માં છે. જે ગામ નાનકાણાં સાહેબ તરીકે ઓળખાય છે. તેમના પિતાનું નામ કલ્યાણદાસ ખત્રિ (મહેતા )હતું જે બેદી કુળના હતા. માતા ત્રીપ્તાદેવી હતું. તેમને એક મોટા બહેન હતા. તેમનું નામ નાનકી હતું, જે ગુરુ નાનક કરતાં ૫ વર્ષ મોટા હતા. સમય જતાં કલ્યાણ દાસ ને ત્યાં પુત્ર નો જન્મ થયો.

ગુરુ નાનક નો જન્મ થતાજ જન્મદાયિની દૌલતા આનંદ વિભોર બની દોડતી દોડતી કલ્યાણ દાસ ને વધાય આપવા આવી કે કલ્યાણ દાસ આપણે ત્યાં કોઈ અવતારી પુરુષ જન્મ લઈને આવ્યા છે. બસ હુતો તેના દર્શન થીજ ધન્ય બની ગય છુ. આ સાંભળી બધે આનંદ છવાઇ ગયો. ગુરુ નાનક નાનપણ થી જ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમની સરળ વાણી અને પ્રેમાળ વર્તન થી બહેન નાનકી ખુબજ પ્રભાવિત થતી.

એક વખતની નાનક ની વાત છેકે તેઑ ભેસો ચરાવવા જંગલમાં ગયા ત્યાં એક વૃક્ષ નીચે છાયડામાં ઊંઘી ગયા. એવામાં તડકો તેના મુખ પર આવવા લાગ્યો. આ સમયે ત્યાં એક ફણીધર નાગ આવ્યો. જે પોતાના મુખ પર છાયડો આવે તેવી રીતે નાનક ના મુખ પર ફેણ ચડાવી બેસી ગયો . બારોબાર આ સમયે ત્યથી ચૌધરી રાયબુલર ત્યથી પસાર થયા. તે આ બાળકને જોઈ ધન્ય થય ગયા. પછી થી હમેશાને માટે તેઓ શ્રધાળું બની ગયા.

ગુરુ નાનક આવા નાનપણથીજ મહાગનાની હતા તેમની આવી અનેક કથાઓ પ્રચલિત છે. નાનક જ્યારે નાના હતા ત્યારે તેમના પિતાએ તેને વાડીએ પાકનું પક્ષી થી રક્ષણ માટે મોકલ્યા ત્યારે તે પક્ષી ને ઉડાડવા ને બદલે ખાવા દેવા લાગ્યા. આ જોઈ તેના પિતા બોલ્યા નાનક પક્ષી ને ઉડાડ ત્યારે તેને આકાશ સામે જોઈને કહયું .

રામ કી ચિડિયા રામકા ખેત ..
ખાલે ચિડિયા ભર ભર પેટ ..

આવા હતા નાનક, જે ‘ વહેચીને ખાઓ અને જરૂરિયાત વાળાને દાન કરો’ …. ‘ નામ જપો ને પ્રભુ ભક્તિ કરો’ … ‘ સતકર્મ કર્મ કરો ‘… ઈશ્વર એકજ છે આપણે તેના સંતાન છીએ ‘…’ સમગ્ર સૃષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવ રાખો’ … સાદું અને પવિત્ર જીવન જીવો’ … આવા તેના સિદ્ધાંતો હતા. તે કહેતા હતા કે આવું જીવન જીવનારાજ સિકખ કે શીખ કહેવાય.

એક સમયે તેમની બહેન નાનકીના લગ્ન જાયરામજી સાથે થયા હતા. તે નાનક ને પોતાની સાથે સાસરિયામા લઈ ગયા. ત્યાં જયરામજી એ સુલ્તાનપૂર ના નવાબ દોલતખાનના મોદી ખાનામાં નાનક ને નોકરી પર રખાયા. ત્યાં પણ નાનક ગરીબોને મફત અનાજ આપી દેતા ગણતરી વખતે તેર નો આંકડો આવે ત્યારે તેરા તેરા સબ કુશ તેરા એમ પ્રભુ લીન થાય જતાં. તેથી કેટલાક કર્મચારીએ નવાબ ને ફરિયાદ કરીકે નાનક તમારું અનાજ લુટાવી રહ્યા છે. પણ જ્યારે હિસાબ જોવામાં આવ્યો ત્યારે ખોટ ને બદલે નફો થયો. ત્યાર બાદ નવાબે માફીમાગી છ્તા નાનકે નોકરી છોડી દીધી.

ત્યાર નાનક ના લગ્ન સુલક્ષણી નામની સન્નારી સાથે થયા હતા. પછીથી તેમને ત્યાં બે દીકરાનો જન્મ થયો. એક શ્રીચંદ અને એક લક્ષ્મીચંદ હતા. ગુરુ નાનક શીખો ના પ્રથમ ગુરુ હતા તેના અનુયાયી ઑ તેમને ગુરુ નાનક , નાનક દેવજી , બાબાનાનક અને નાનક સાહના નામોથી બોલાવતા હતા. ગુરુ નાનક ના વ્યક્તિતવમાં દાર્શનીક, ગૃહસ્ત, ધર્મ સુધારક , સમાજ સુધારક , કવિ , દેશ ભકત,
વિશ્વ બંધુ જેવા તમામ ગુણો હતા.

આવા આપના શીખ ધર્મ ના સ્થાપક એવ ગુરુ નાનક સાહેબ (દેવ ) ૧૫૦૭ માં ગુરુ નાનક મરદાન , લહના , બાલા અને રામદાસ આ ચાર સાથી ઓને લઈને તીર્થ યાત્રા પર નિકળીયા હતા. ૧૫૨૧ સુધીમાં તેમણે ત્રણ વખત યાત્રા નું ચક્ર પૂરું કર્યું. જેમાં ભારત , અબઘાનિસ્તાન,ફારસ અને અરબ ના મુખ્ય સ્થાનોનું ભ્રમણ કર્યું હતું. જીવનમાં અંતિમ દિવસોમાં પુણ્ય , ભંડારા જેવા કર્યો કરવા લાગ્યા. ૨૨ સપ્ટેમ્બર ના રોજ તેમનું દેહાંત થયું.

આ તેમના મૃત્યુ ના સમાચાર સાંભળી ને હિન્દુ અને મુસ્લિમ તેમની અંતિમ વિધિ પોતાના ધર્મ મુજબ એટલે કે હિન્દુ અગ્નિસંસ્કાર આપવા તથા મુસ્લિમ દફનાવવા માગતા દેહ પરથી ચાદર હટાવવામાં આવી તો નીચેથી ફૂલ જોવા મળ્યા .

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *