He Ji Eva Gun To Govind Na Lyrics in Gujarati
By-Gujju02-05-2023
He Ji Eva Gun To Govind Na Lyrics in Gujarati
By Gujju02-05-2023
હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે રે બંધાણાં
કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણાં
ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં
હે જી એવા ગુણ તો…
ગુગળી વાટે ગોતવા હાલ્યા અધવચ્ચે અટવાણાં
વાવમાં વાલો આપ બિરાજે , સત કરીને સનતાણાં
ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં
હે જી એવા ગુણ તો…
હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણાં
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યું ,
ત્યારે સખીઓને વચને વેચાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
હે જી એવા ગુણ તો…
gujjuplanet.com
મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા વેદ પુરાણે વંચાણાં
હરિગુરૂ વચન કહે વણલખે , જગત બધામાં જણાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં