Saturday, 27 July, 2024

મહારાણા પ્રતાપ 

210 Views
Share :
મહારાણા પ્રતાપ 

મહારાણા પ્રતાપ 

210 Views

પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર
એવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી પ્રણામ.

મહારાણા પ્રતાપ ૯મી મે, ૧૫૪૦ ના રોજ કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન માં થયો હતો. ઉદેપુર, ના મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે તેનું
સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. મેવાડના મહારાજા મહારાણા પ્રતાપ એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. ઘણા ઇતિહાસ માં ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભાળગઢ હાલના રાજસમંદ જિલ્લા માં થયો હતો 1576માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને મહારાણાપ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા
પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.
અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની આ લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે એક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપ ના ગુણોનો પ્રશંસક હતો. આ સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.

ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના
મોગલ આધીન પ્રદેશો માં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પર થી મોગલો નો દબાવ ઘટી ગયો અને આ તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ ઇસ. માં મેવાડ ની મુક્તિ નો પ્રયત્નો તેજ કરી દીધા . મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને
તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું અધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીનના ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવ-
ર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળા ના કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે અેક સુવણૅ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય
સુખ-સાધના માં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ ન રોજ નવી રાજધાની ચાવંડ માં તેમનું અવસાન થયું.

મહારાણા પ્રતાપ ની થોડી રસપ્રદ જાણકારી

ભારત ના ભવ્ય ઈતિહાશ માં મહારાણા પ્રતાપ ની થોડી વાતો કરીએ તો મહારાણા પ્રતાપ નું વજન ૧૧૦ કિલો હતું. અને તેની ઊચાઇ ૭.૫ ફૂટની હતી. તેમના ભલા નું વજન ૪૦ કિલ્લો હતું. તેના બખતરનું વજન ૮૦ કિલ્લો હતું. આમ તેના બખતર,ભલો,ઢાલ અને તલવારનો કુલવજન ૨૦૭ કિલ્લો થતું હતું જે હાલ જે ઉદયપુર ના સંગ્રહાલય માં રાખવામા આવેલ છે. જેની તાકાત નું વર્ણન કરીયે તો લડાય રાણા પ્રતાપ પોતાની તલવારથી દુશ્મનને એક્જ જાટકે ઘોડા સમેત કાપી નાખતા હતા. આવા મહાન સૂરવિરને શસ્ત્ર શિક્ષા શ્રી જઇમલ મેડતિયા જી એ આપી હતી. દિલ્લી ઘટી ની લડાઈ માં ૨૦૦૦૦ સૈનિકોને લઈ ને અકબરના ૮૫૦૦૦ સૈનિકો સામે લડ્યા હતા. મુસ્લિમ સૈનિકો ૬૦૦૦૦ ની સામે ૮૦૦૦ રાજપુતો ના સૈનિકો આઈને લાડીયા હતા. આવ આપના મહારાણા પ્રતાપ ના મૃત્યુના સમાચાર સાંભળીને અકબર પણ રડીપડયા હતા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણા પ્રતાપની હાલત દિન-પ્રતિદિન નબળી પડી ગઈ. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું દાન આપીને ભામાશા અમર થઈ ગયા.

નાનપણથી જ મહારાણા પ્રતાપમાં વીર, ધીર, ગંભીર, શાંત અને સ્વદેશપ્રેમ જેવા
ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા હતાં.‘ગઢ તો ચિત્તોડગઢ, બાકી સબ ગઢૈયા’ આ કહેવત જે વિશાળ અને ભવ્ય કિલ્લા પરથી અસ્તિત્વમાં આવી એ ચિત્તોડનો કિલ્લો આખાય ભારતમાં પ્રખ્યાત છે. આ ચિત્તોડ પ્રતાપને મન ખૂબ પવિત્ર સ્થાન હતું.એના ઉપર મુસલમાનો ની સત્તા હતી તે તેમનાથી સહન નહોતું થતું.મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા. તેમનો એક હાથમાં પકડેલો ભાલો તક મળતાં જ એ મહાશક્તિશાળી રાજા દુશ્મનના પેટમાં ભાલો ઘુસાડીને તેને એક હાથે જ ઉપાડી લેતા.આવા શક્તિ શાળી રાણા પ્રતાપ ની પ્રસંશા શિતલ નામના રાણા પ્રતાપના એક પ્રશંસકે એક વાર અકબરના રાજ માં જઈને એની પ્રશસ્તિઓ ગાઈ. એ પોતે રાણા પ્રતાપ સિવાય કોઇ સમક્ષ પોતાની પાઘડી નથી નમાવતો એમ પણ જણાવ્યું. બસ પછી તો શામ, દામ,દંડ તેમજ પોતાની વિશાળ સેના એ બધાના સહયોગથી અકબરે
રાણા પ્રતાપને હરાવવાના રસ્તા વિચારવા માંડયા.અકબરના સાળા રાજા માનસિંહ એમના દરબારમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા.પોતાની વિજયકૂચ દરમ્યાન રાજા માનસિંહે પ્રતાપને અકબરની શરણાગતિ સ્વીકાર
વાનું કહ્યું પરંતુ પ્રતાપે એ માનવાની ધરાર ના પાડી દીધી ગુસ્સે ભરાયેલા માનસિંહે આ આખીયે ઘટના રાજા અકબર સમક્ષ મૂકી. પરિણામે ગુસ્સાથી રાતાચોળ થયેલા અકબરે પ્રતાપને હલ્દીધાટના મેદાનમાં મહા રાણા પ્રતાપને યુદ્ધ માટે કહ્યું. હલ્દીઘાટીમાં જૂન ૨૧,૧૫૭૬ને દિવસે ઇતિહાસનું યાદગાર અને મહાન યુધ્ધ થયું.

સ્વાભિમાનના ઇતિહાસમાં મહારાણા પ્રતાપ
ધડ ધડ થાય ધડાકા બહુ તોપ તણા ચોપાસ
ખડ ખડ તૂટી પડતું નીચે આવે આકાશ
એને ન જરા ગણકારી ધરી અંતર શૌર્ય અપાર
ત્યાં મૃત્યુમુખે હોમાતા શૂરા બાવીસ હજાર.

પ્રતાપના હાથમાં ભાલો , કમરમાં કટાર, કમરબંદમાં બે તલવારો હતી. પ્રતાપના ઘોડા ચેતકને એક બનાવટી સૂંઢ લગાવવામાં આવી હતી અને રાજા માનસિંહના હાથીની સૂંઢમાં એક તલવાર પકડેલી હતી,જે હાથીજોરથી ફેરવતો રહે એવી તાલીમ આપેલી હતી.સ્વામીભકત ચેતક રાણાપ્રતાપના સંકેતથી ઊછળ્યોઅને એણે માનસિંહના હાથીના કપાળના બખ્તર પર પગ ટેકવી દીધા. એ જ સમયે પ્રતાપે ભાલો ફેંક્યો અને માનસિંહ ગંભીર રીતે ઘવાયો. એનો અંગરક્ષક મરી ગયો. એવામાં પ્રતાપે ફરીથી કટારથી વાર કરી દીધો. રાણા પ્રતાપ પણ સારા એવા ઘવાયેલા હતા. એમને લઈને ચેતકઘોડો સેનાને ચીરતો પૂરપાટ વાયુવેગે રણની બહારની તરફ નાઠો. બડી સાદડીના મન્ના ઝાલાએ એ દ્રશ્ય જોઇને પળભરમા એક નિર્ણય લઈને રાણા પ્રતાપનું રાજ ચિહન પહેરી લીધુ. દુશ્મનો એની જાળમાં આબાદ ફસાયા અને મુન્નાને પ્રતાપ સમજીને વાઢી કાઢ્યો અને એ વીર રાજ્પૂત વીરગતિ પામ્યો.જાતવાન અને માલિકને વફાદાર એવો ખરાબ રીતે ઘવાયેલ ચેતક સેના ની વચાળેથી માલિક પ્રતાપને રક્તતલાઈથી હલદીઘાટને બીજે છેડે લઇ આવ્યો. મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળતો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો. ઘવાયેલ હાલતમાં પણ તે અક્કી કરેલ રસ્તો કાપી ને છેલ્લે એ લથડી પડ્યો અને પોતાના માલિકના ખોળામા જ પ્રાણત્યાગ કર્યા.

મહારાણા પ્રતાપે ચેતક જ્યા ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદર સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ઈતિહાસ કહે છે કે પ્રતાપે ૨૯ વર્ષ સુધી કમરતોડ સંઘર્ષ જારી રાખ્યો. પહાડોમાં રહીને હિંદુસ્તાનના સૌથી તાકતવર સમ્રાટ સામે આટલા વર્ષો સુધી સંઘર્ષ કરનાર મહારાણા પ્રતાપસિંહે હિંદુસ્તાનની ભાષાઓને એક શબ્દની રુડી સમજ આપી છે ‘ટેક – મહારાણા પ્રતાપની ટેક’ એ શબ્દનો અર્થ ભારતનો દરેક બાળક જાણે છે સમજે છે અને ગૌરવ અનુભવે છે.

ચિત્તોડની સ્વતંત્રતા કાજે પ્રતિજ્ઞાયુકત જીવન જીવી ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સોનેરી અક્ષરોએ પોતાનું નામ કંડારનાર આ વીરપ્રતાપ લોકોકિત પ્રમાણે સિંહનો શિકાર કરતી વેળાએ ધનુષ્યની કમાન જોરથી ખેંચાઈ જતા આંતરડાને ગંભીર નુકશાન પહોચતા, ૫૭ વર્ષની નાની ઉંમરે૧૯જાન્યુઆરી ને ૧૫૯૭ને દિવસે અવસાન પામ્યા.ચિત્તોડના ઇતિહાસની ભવ્યતા મહારાણા પ્રતાપ્ના વંશજોએ જાળવી. એવા ભૂપાલસિંહ પછી મહારાણા ભગવતસિંહ વર્ષો સુધી વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ તરીકે હિન્દુ સમાજના કાર્ય માટે સેવારત રહ્યા.

કવિ પ્રદીપજીના હિન્દી ફિલ્મગીતની પેલી કડી યાદ કરીયે …
યહ હૈ અપ્ના રાજપૂતાના, નાઝ ઉસે તલવારોં પે
જિસને સારા જીવન કાટા બરછી, તીર, કટારોંસે
યે પ્રતાપકા વતન પલા હૈ આઝાદી કે નારોં પે.
કૂદ પડી હૈ યહાઁ હજારોં પદ્મિનિયાં અંગારોપે
બોલ રહી હૈ કણકણસે, કુરબાની રાજસ્થાન કી
ઈસ મિટ્ટીસેં તિલક કરો યહ ધરતી હૈ બલિદાન કી
વંદેમાતરમ્, વંદેમાતરમ્ !

આવા શક્તિશાળી વીર યોધ્ધ ને પ્રિયરાણી અજબ્દેપવર હતા તેને મુશ્કેલ ના સમયે રાણા પ્રતાપને ખુબજ મદદ કરિહતી તેનું ૩૦ વર્ષ ની ઉમરે મૃત્યુ થયું હતું. આમ તેને ૧૧ રાની ૧૭ પુત્રો હતા ને ૫ દીકરીઑ હતી. તેને પોતાના મોટાપુત્ર અમરસિહ ને સિસોદીયા વંશને આગળ વધાર્યો અને રાજગાદી સાંભળી. અને
અમરસિહ ને મોગલો આગળ ક્યારેય ન જુકવાનું વચન માગ્યું ને ચિતોડ ગઢ ને ફરી હાસલ કરવાનું અને તેની પર કબ્જો જમાવવાનું કહેતા ગયા.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *